તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Sami
 • વઢીયારમાં જીરાનો મબલક પાક થતા ખેડુતોમાં ખુશી, છતાં ભાવોને લઇ ચિંતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢીયારમાં જીરાનો મબલક પાક થતા ખેડુતોમાં ખુશી, છતાં ભાવોને લઇ ચિંતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શંખેશ્વર-સમીના વઢીયાર પંથકમાં ચાલુ વર્ષે નર્મદાના પાણી મોડા અાપવામાં આવતા જીરાનું વાવેતર વિલંબથી થયું હતું જોકે તેમ છતાં ધારણા કરતાં મબલખ પાક ઉતરતા ખેડુત વર્ગમાં ખુશીનો માહોલ સજાર્યો છે.

શંખેશ્વર સમીતાલુકાનો વઢીયાર પંથક રણકાંઠાને અડીને આવેલો છે. વિસ્તારમાં વરસાદ આધારીત ખેતિ પાક લેવાતા હતા પરંતુ નર્મદા કેનાલના પાણી આવતા વિસ્તારની ખેતીમાં રોનક આવી છે. અને ખેડુતો દર વર્ષે શિયાળુ અને ચોમાસું પાકલેતા થયા છે. ચાલુવર્ષ એક મહિનો નર્મદાના પાણી મોડા પડયા હતા છતાં ખેડુતોએ જીરાની વાવણી મોડુ મોડે પણ કરી હતી. હવે મબલક પાક ઉતરતા નાના- મોટા ખેડુતોમાં આનંદ વ્યાપ્યો છે. દર વર્ષે વિધે 8 થી 10 મણ પાક ઉતરતો હતો જેને બદલે ચાલુ વર્ષે 8 થી 12 મણ ઉતર્યો છે. ગયા વર્ષે જીરાનો ભાવ રૂ.2200 પ્રતિ 20 કિલોનો હતો જયારે ચાલુ વર્ષે રૂ.3000 થી 3200 રૂપિયાના ભાવ રહેતા ખેડુતોને સોળઆની વરસ રહ્યું છે.

મામલે રતનપુરાના વનાજી ઠાકોર કુંવારદના દેવાભાઇ પટેલ તેમજ શંખેશ્વરના ચંદુજી ઠાકોરે જણાવ્યુ હતું કે વર્ષે જીરૂ ખુબજ સારૂ છે. ભાવપણ સારા છે. જીરાની સાથે એરંડા અને કપાસ પણ સારા થયા છે. ચાલુ વર્ષે ખેડુતોને ખેતી ફળદાયી નીવડી છે. ખાસતો વઢીયાર પંથકમાં જીરાનો પાક સોનાની લગડી સમાન હોય છે. જેથી ખેડુતોને કોઇપણ બગાડ વગર સારી ઉપજ થતા ખુશી વ્યાપી છે. જીરાના પાક લેવા 1 વીધે 3400 રૂપિયા જેટલો બીયારણ નીદામણ મશીન ખર્ચ અને મજુરી થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો