તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sami
  • નાનીચંદુર ગામમાં સરપંચની ચુંટણી અદાવત રાખીને 2 શખસોએ યુવાનને માર માર્યો

નાનીચંદુર ગામમાં સરપંચની ચુંટણી અદાવત રાખીને 2 શખસોએ યુવાનને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમીતાલુકાના નાનીચંદુર ગામે અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવત લઇને બે શખસો લોખંડી પાઇપથી હુમલો કરી નાની મોટી ઇજાઓ કરીને ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે બે શખસો સામે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

સમી તાલુકાના નાનીચંદુર ગામે રહેતા ઠક્કર ઇન્દુબેન અમરતલાલની ફરિયાદ મુજબ તેમના પતિ અમરલાલ ગોપાળદાસને ગત સરપંચની ચૂંટણીની અદાવત રાખીને તેમના ગામના શખસ ઠાકોર હીરાજી શંકરજી, ઠાકોર મનુજી હિરાજીએ કહેલ કે તમે સરપંચની ચૂંટણીમાં મને મત આપેલ નથી તેમ કહિને ઉશ્કેરાઇ જઇને લોખંડની પાઇપ માથામા મોઢા ઉપર આડેધર મારી ઇજા કરી મોઢાના ભાગે ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે મહિલાએ સમી પોલીસ મથકે બે શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...