• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. રાધનપુર

ભાસ્કર ન્યૂઝ. રાધનપુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાધનપુર

રાધનપુરપંથકમાંથી પસાર થતી બનાસનદીમાં આવેલા ઘોડાપુરથી ગામોનો સંપર્ક ખોરવાઇ ગયો હોવાથી રહીશોની ભારે બેહાલી સર્જાવા પામી છે. જેમાં ગુરુવારે પણ ગ્રામજનો અને તંત્ર નિરૂપાય રહ્યાં હતા. ત્રણ-ચાર દિવસથી હજારો લોકો ગામમાં ઘેરાઇ ગયા હોવાથી હવે અનાજ પાણી ખૂટવા માંડતાં હવે શું કરીશું તેવી વિમાસણ સર્જાઇ છે. ગુરુવારે બપોરે હળવો વરસાદ પણ થયો હતો. જેને લીધે પણ લોકોના જીવ ઊંચા થયાં હતા.

રાધનપુર તાલુકાના પેદાશપુરા, કરશનગઢ, ગડસઇ, ધોકાવાડ, બિસ્મીલ્લાગંજ તેમજ જોરાવર ગંજ વગેરે ગામો ધસમસતી બનાસનદીના પૂરના લીધે છેલ્લા ત્રણ દિવસથી તેઓનો સંપર્ક ખોરવાઇ ગયો છે. તંત્ર નદી પાર કરીને ગામોમાં જઇ શકતુ નથી. જોકે, ત્યાં કોઇ નુક્સાની સર્જાઇ નથી. પરંતુ અનાજ પાણીનો સ્ટોક ખૂટવા લાગતાં રહીશોને એકબીજા પરીવારોને અરસપરસથી મેળવવો પડી રહ્યો છેે પણ નદીમાં પાણી હજુ ત્રણ-ચાર દિવસ દોડતુ રહેશે તો તકલીફ સર્જાઇ શકે છે તેવું ગામજનોએ દિવ્યભાસ્કરને ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું.

રાધનપુરના પેદાશપુરા ગામે રક્ષણબંધ બાંધવામાં આવેલો છે. તેની સામે જોશથી પાણી આવતુ રોકવા માટે ગુરુવારે પથ્થરો અને ઇંટો વડે દિવાલ બનાવી હતી.- ભાસ્કર

ખાદ્ય ખોરાકીના ફાંફાં

પેદાશપુરાનાસરપંચલાધુભાઇ ઠાકોરે જણાવ્યા મુજબ, ગુરુવારે પણ ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. ત્રણ-ચાર જવાનીયાઓ પાણીમાં ઉતર્યા હતા પણ પાછા આવી ગયા હતા. પાણી ઓસર્યુ નથી અને બપોરે વરસાદ પડતાં ગામમાં પાણી પાણી થઇ ગયું હતું. લોકોને ઘરમાં ખોરાક પાણી ખૂટવા લાગ્યાં છે.

પેદાશપુરા બે નદીઓ વચ્ચે ઘેરાયું

પેદાશપુરાગામનીએક તરફ બનાસ નદીનો જૂનો રેલો વહેણ નીકળે છે. જ્યારે બીજી તરફ હાલની મોટી બનાસ વહી રહી છે. તેથી બંને નદીઓથી ગામલોકો ઘેરાયેલા છે. જોકે, સલામત છે તેમ સરપંચે જણાવ્યું હતું.

પેદાશપુરા ગામે જતાં રસ્તામાં આવતી બનાસ નદીમાં ધસમસતુ પૂર ગુરુવારે ચાલુ રહ્યું હતું. (કમલચક્રવર્તી)

સતત ત્રીજા દિવસે પણ ગામોના લોકો નદીથી ઘેરાઇને કેદ થઇ ગયા

રાધનપુર પંથકનાં સંપર્ક વિહોણાં ગામોમાં અનાજ પાણી નું સંકટ