• Gujarati News
  • રાજીનામા પછી રાધનપુર પાલિકા પ્રમુખે ૧૨ કોર્પોરેટરો વિશે પત્રિકા ફરતી કરી

રાજીનામા પછી રાધનપુર પાલિકા પ્રમુખે ૧૨ કોર્પોરેટરો વિશે પત્રિકા ફરતી કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યા બાદ બુધવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવા થનગનતા ૧ર કોર્પોરેટરો વિશે પત્રિકાઓ ફરતી કરતાં આ બાબત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ પત્રિકામાં ૧ર કોર્પોરેટરોની અંગત માગણીઓ ના સંતોષાતાં નગરજનો સાથે દ્રોહ કર્યાનો આ ોપ કરાયો છે.
પાલિકા પ્રમુખ મહેશભાઇ મુલાણીએ પ્રસિદ્ધ કરેલી પત્રિકામાં જણાવ્યા મુજબ, ભાજપના ગેરવહીવટના કારણે લોકોમાં કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકી ર૭માંથી ર૧ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડયા, પરંતુ કેટલાક વિરોધી તત્વોએ સુપેરે ચાલતા શાસનમાં વિઘ્નો નાંખ્યા અને ભાજપના શાસનમાં મલાઇ ચાખી ગયેલા કર્મચારીઓએ વિકાસ ન થાય અને કોંગ્રેસ બદનામ થાય તેવા પ્રયાસ કરાયાં છે.
પત્રિકામાં મહેશભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ૧ર કોર્પોરેટરોએ કેવા અંગત સ્વાર્થ ખાતર પ ા છોડયો તે દર્શાવતાં જણાવ્યું છે કે, ખેતર ટીપી, ડીપીના ઠરાવ રદ કરી બચાવવા, બાંધકામની પરવાનગી આપવા, જમીનનો ભાડાપટ્ટો રિન્યુ કરવા, ભાડાપટ્ટાની જમીન વેચાણ આપવા, કંઇક મળે તેવું કરી આપવા, મારા દીકરાને નોકરીમાં લઇ લો, મને ખાતાનો ચેરમેન બનાવો, મને કામનો કોન્ટ્રાકટ અપાવી દો, મારા કંપનીમાં રોકાયેલા પૈસા કઢાવવા છે, મારા ઘરે કામ ચાલુ છે ટેન્કર મોકલાવી દો જેવી માગણીઓ થતી હતી.
કોંગ્રેસમાંથી છુટા પડેલા નગર સેવકોનો ભાજપ પ્રવેશનો તખ્તો ગોઠવાય છે
પાલિકાના કોંગ્રેસમાંથી છૂટા પડેલા ૧૨ સદસ્યોના પ્રતિનિધિ અને ભાજપના કેટલાક અગ્રણી મંગળવારે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજયમંત્રી શંકરભાઇ ચૌધરીને મળ્યા હતા અને ભાજપ પ્રવેશનો તખ્તો ગોઠવાઇ રાો છે. જોકે, પ્રદેશ ભાજપ અગ્રણી પ્રવીણભાઇ મહાલ મીના જણાવ્યા મુજબ, કોને અને કયારે પ્રવેશ આપવો તે પાર્ટી નક્કી કરશે.
લોકો સમ ા સત્યતા મૂકી : મહેશ મુલાણી
પાલિકાના પ્રમુખપદેથી રાજીનામું આપનાર મહેશભાઇ મુલાણીએ જણાવ્યું હતું કે, પાલિકામાં જવાબદાર અગ્રણીઓને સાથે રાખીને તમામ નિર્ણયો લેવાતા હતા. પરંતુ તેઓ જ મનઘડત આ ોપો મૂકતા હતા. તેઓ મારા વહીવટથી વાકેફ હતા. છતાં પ્રજાને ગુમરાહ કરતાં હોવાથી લોકો સમ ા સત્ય મૂકવા જ પત્રિકા બહાર પાડી છે.