• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુરમાં જૈનાચાર્ય અભયદેવ સૂરી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

રાધનપુરમાં જૈનાચાર્ય અભયદેવ સૂરી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાંજૈન સંઘ દ્વારા બુધવારે પ્રવેશદ્વારનું લોકાર્પણ, આરાધના ભવનનું ઉદ્દધાટન તથા બેસતા મહિનાનું મહામાંગલિકનો ત્રિ-વિધ કાર્યક્રમ યોજાયો હતો.

નગરમાં દાનવીર ભામાશા શ્રેષ્ઠિવર્ય રસિકલાલજી માણેકચંંદ ધારીવાલ દ્વારા જૈનાચાર્ય શ્રી અભયદેવ સૂરિ પ્રવેશદ્વાર નિર્મિત થયેલ છે.નગરનો પટણી દરવાજો ધરાશયી થઇ જતા જૈનાચાર્યની પ્રેરણાથી દાતા પરિવાર દ્વારા ભવ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવતા શહેરીજનોએ જૈન શ્રેષ્ઠિઓને વધાવી લીધા હતા. ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ત્રિ-વિધ કાર્યક્રમ પ્રસંગે મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા., મુનીચંદ્ર સુરીશ્વરજી, ભાગ્યેશ વિજય સુરીશ્વરજી મ.સા. તેમજ સાધ્વીજી ભગવંતોનું વિશાળ વૃંદના દર્શનનો લાભ મળ્યો હતો. પ્રસંગે નગરપ્રવેશ, સામૈયુ, મહામાંગલિક, લાભાર્થીઓનું સન્માન તેમજ સંઘ સ્વામી વાત્સલ્ય જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાધનપુર જૈન સંઘ, શેઠ નવલચંદ ખુશાલચંદ પેઢી અને સાગર ગચ્છ પેઢીના અગ્રણીઓએ વ્યવસ્થા ગોઠવી હતી. આર.કે.શાહ, જીતેન્દ્રભાઇ વિરવાડીયા, કમલેશ ભેમાણી, ડો.દેવજીભાઇ પટેલ, રઘુરામભાઇ ઠકકર, પાલિકા પ્રમુખ જુગલદાસ ગરો સહિતે ભગવંતોનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...