તલાટી ~ 10હજારની લાંચ લેતા ઝબ્બે
પાલાવાસણાગામમાં આવેલા પ્લોટની એન્ટ્રી કરવા પેટે રૂ 10 હજારની લાંચની માંગણી કરનાર પાલાવાસણાનો તલાટી મનહરદાન ગઢવી શનિવારે બપોરે મહેસાણા એસીબીના છટકામાં આબાદ રીતે ઝડપાઇ ગયો હતો.લાંચની રકમ સાથે ઝડપાયેલા તલાટી વિરૂધ્ધ મહેસાણા એસીબીએ ગુનો નોંધી તેની અન્ય મિલકતો બાબતે પુછપરછ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, લાંચ લેતાં ઝડપાયેલ તલાટી મહેસાણા કર્મચારી કો. ઓપરેટીવ બેન્કના ડિરેકટર પણ છે.
જોટાણા તાલુકાના સાંથલ ગામે રહેતા કિર્તીકુમાર પ્રભુદાસ ઓઝાના પરિચિતના પાલાવાસણા ગામમાં પ્લોટસ આવેલા હોઇ તેમને પાલાવાસણા ગ્રામ પંચાયતમાં તેની એન્ટ્રી માટે અરજી કરી હતી. જોકે, અહી ફરજ બજાવતા તલાટી કમ મંત્રી મનહરદાન ધુનાભાઇ ગઢવી પ્લોટની એન્ટ્રીનું કામ કરતા હોઇ કિર્તીકુમારે તેમનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમને કામ પેટે રૂ 25હજારની માંગણી કરી હતી.
જેમાં પ્લોટની એન્ટ્રી માટે માગવામાં આવેલ રકમ વધુ હોવાનું કહી કિર્તીકુમારે ચર્ચાઓને અંતે ~12હજારની લાંચ આપવાનું ઠરાવ્યું હતુ અને તે વખતે ~2હજાર એડવાન્સમાં આપ્યા હતા. ત્યાર બાદ લાંચની રકમ આપવા માંગતા કિર્તીકુમાર ઓઝાએ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો અને પાલાવાસણા તલાટી વિરૂધ્ધ ફરિયાદ નોધાવી હતી.
જે અંતર્ગત એસીબી પીઆઇ સી.એ.પરમારે સ્ટાફ સાથે મળી શનિવારે બપોરે 1 કલાકે રાધનપુર ચાર રસ્તા પાસે માધવી સ્વીટસની સામે રોડ પર છટકું ગોઠવ્યું હતું. જેમાં કિર્તીકુમાર ઓઝા સાથે મોબાઇલ પર થયેલી વાતચીત મુજબ ઉપોરોક્ત સ્થળે આવી પહોચેલ પાલાવાસણા તલાટી મનહરદાન ધુનાભાઇ ગઢવીએ પ્લોટની એન્ટ્રી કરવા પેટે ~10 હજાર સ્વિકારતાની સાથે નજીકમાં હાજર એસીબી પીઆઇ સી.એ.પરમારે તેમને ઝડપી લીધા હતા.
અંગે એસીબી શાખાએ પાલાવાસણા તલાટી વિરૂધ્ધ ફરિયાદ નોધાતાં પોલીસે અંગે આગળની તપાસ હાથ ધરી છે.
મનોહરદાન ધુનાભાઇ ગઢવી
ચોર પકડાયાની અફવાએ ચર્ચાઓ જગાવી
જાહેરમાર્ગપર લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ તલાટી મનહરદાન ગઢવી કાઇ સમજે તે પહેલા એસીબીનો સ્ટાફ તેની ચારે તરફ વિટળાઇ જઇ પકડીને ગાડીમાં બેસાડતા જોઇ લોકોના ટોળા જામ્યા હતા.જેમાં ચોરીના ગુનામા પોલીસે આરોપી પકડ્યો હોવાની શરૂ થયેલી અફવા કલાકો સુધી ચાલી હતી.
દશ દિવસમાં બીજો તલાટી ઝડપાયો
બહુચરાજીતાલુકાનાચડાસણા ગ્રામ પંચાયતના તલાટી ગત 23 જુનના રોજ જમીનના દાખલો આપવા પેટે રૂ 200ની લાંચ લેતા ઝડપાયાના માત્ર દશ દિવસમાં વધુ એક તલાટી ઝડપાતા મહેસુલ વિભાગના લાચીયા કર્મચારીઓમાં સોપો પડી જવા પામ્યો છે.