રાધનપુરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ગટર સાફ કરવા રજુઆત કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાંનેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ફોરલાઇન રોડનું નિર્માણ થયુ ત્યારે રાધનપુર શહેરથી બે કિલોમીટર સુધી રોડની બન્ને સાઇડે પાંચ ફુટ ઉંડી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ગટર બનાવી હતી. જેના કારણે ફોર લાઇન રોડની આજુબાજુના વેપારીઓને હેરાનગતિ ના થતી અને વરસાદી સીઝન શરૂ થાય પહેલા ગટર સાફ કરવાની જવાબદારી પણ ટોલટેક્ષના નામે કરોડો રૂપિયાની લુંટ ચલાવતી પટેલ હાઇવે ઇન્ફા સ્ટકચરને સોંપવામાં આવેલી હોવા છતા માથાભારે કંપની દ્વારા લોકોને ટોલ ટેક્ષના નામે લૂંટવામાં તો આવે છે. પરંતુ કોઇજ સગવડો આપવામાં આવતી નથી. પાંચ ફુટ ઉંડી ગટર કાદવ ક્રિચડથી ભરાઇ ગઇ હોવા છતાંય વેપારીઓની રજુઆતોને ધ્યાને ધરવામાં આવતી નથી. જેના કારણે વરસાદી પાણી ગટર મારફતે વહિ જવાની જગ્યાએ વેપારીઓની દુકાનોમાં ધુસી જવાની ભીતિ સેવાઇ રહી છે.

શહેરના હાઇવે રોડ ઉપર માર્કેટયાર્ડ વિસ્તારના 30 થી વધુ વેપારીઓએ પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને 2015માં આવેલા પુરના કારણે દુકાનોમાં જે પાણી ધૂસી ગયા હતા. તેવી રીતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ફોરલાઇનની આજુબાજુની પાંચ ફુટ ઉંડી ગટરો સાફના થવાથી ફરીથી દુકાનોમાં પાણી ધસી જવાની ભીતી સેવાઇ રહી હોવાની રજુઆત કરવામાં આવી છે. બાબતે પાલિકાને રજુઆત કરતા ગટરનો કેટલોક ભાગ તો જેસીબીથી સાફ કરાયો છે. પરંતુ માર્કેટયાર્ડ આગળના નાળા નીચે કિચડ ભરાઇ ગયુ હોવાથી પાણી આગળ વહી શકતુ નથી. જો નેશનલ હાઇવે ઓથોરીટીએ સાફ ના કરાવે તો ફરીથી 2015નું પુનનરાવર્તન થઇ શકે છે.

વરસાદી પાણી ગટર મારફતે વહિ જવાની જગ્યાએ વેપારીઓની દુકાનોમાં ધુસી જવાની ભીતિ સેવાઈ

અન્ય સમાચારો પણ છે...