- Gujarati News
- રાધનપુરમાં રોહિત સમાજના 26 યુગલે પ્રભુતામાં પગલાં માંડયાં
રાધનપુરમાં રોહિત સમાજના 26 યુગલે પ્રભુતામાં પગલાં માંડયાં
રાધનપુરમાંઉત્તર ગુજરાતના રોહિત સમાજનો 13મો સમૂહ લગ્નોત્સવ રવિવારે આનંદભેર યોજાયો હતો. જેમાં સાત તાલુકાના 26 યુગલોએ પ્રભુતામાં પગલા કર્યા હતા. પ્રસંગે ભીડભંજન હનુમાન મંદિરના મહંત પૂ.કરશનદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.
ઉત્તર ગુજરાત રોહિત સમાજટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમ પ્રસંગે દાતાઓ તરફથી સોનાની ચૂંક, ત્રાંબા પિતળ સ્ટીલના પાત્રો વાસણો, પાનેતર, લગ્ન ચોરીનો સામાન સહિત દીવાલ ઘડીયાલ જેવી ભેટ સોગાદો આપવામાં આવી હતી. પ્રસંગે જમણવારની જવાબદારી ગાંધીધામના શ્રેષ્ઠીઓએ ઉપાડી લીધી હતી. અધ્યક્ષ પદે બાલાભાઇ પરમાર અને મુખ્ય મહેમાનપદ શિવાજી ગોહિલ હતા. સંસ્થા પ્રમુખ રમેશભાઇ મકવાણા, કન્વીનર અર્જુનભાઇ સોલંકી, મહામંત્રી રત્નાભાઇ ચાંચાણી, કાનજીભાઇ પરમારે વ્યવસ્થાગોઠવી હતી.