• Gujarati News
  • રાધનપુર પાસે ટેમ્પોની ટક્કર વાગતા રિક્ષામાં સવાર મુસાફરનું મોત

રાધનપુર પાસે ટેમ્પોની ટક્કર વાગતા રિક્ષામાં સવાર મુસાફરનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરનજીક નાયતવાડાના પાટીયા પાસે સોમવારે વહેલી સવારે રિક્ષા અને ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર અુક મુસાફરનું મોત થયું હતું.

અમદાવાદથી ભીલોટ ગામે બેસણામાં જવા માટે રિક્ષા (જીજે 2 વાય 8713)માં પરિવારના લોકો જઇ રહ્યા હતા તે સમયે સાંથલી તરફથી દૂધ લઇને આવી રહેલા ટેમ્પો (જીજે 18 ટી 3136)એ જોરદાર ટકકર મારતા રીક્ષામાં બેઠેલા રમેશભાઇ શિવાભાઇ મકવાણા(42)ને માથામાં ગંભીર ઇજાઓ થતા રાધનપુર રેફરલમાં લઇ જવાયા હતા પણ બચાવી શકાયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. રિક્ષામાં બેઠેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.