તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાધનપુરમાં એક્સિસ બેંકે ગ્રાહકના ખાતામાંથી રૂ.38388 કાપી નાખ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં એક્સિસ બેંકે ગ્રાહકના ખાતામાંથી રૂ.38388 કાપી નાખ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાહકે મેનેજરનો સંપર્ક કરતાં ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો રિઝર્વ બેન્ક-એક્સિસ બેન્કની કોર્પોરેટ બેંકને જાણ કરી

રાધનપુરશહેરમાં એક્સિસ બેન્કના કામકાજ અર્થ બેન્કના ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય ગ્રામ્ય વિસ્તારના ગ્રાહક હોય તો મેનેજર દ્વારા તેમના કાર્યાલયમાં પણ ઘુસવા દેવાતા નથી તેમની રજુઆત પણ સાંભળતા નથી ત્યારે પૈસા કપાય હોવાની રિઝર્વ બેન્ક અને એક્સિસ બેન્કની કોર્પોરેટ બેન્કને લેખિત જાણ કરી છે.

રાધનપુર એક્સિસ બેંકની શાખામાં રાધનપુર તાલુકાના અલ્હાબાદના ચૌધરી રામજીભાઈ જીવણભાઈએ ત્રણ વર્ષ પહેલા બચત ખાતું ખો લાવ્યું હતું.જેમના ખાતા નંબર 915010040236597 માંથી તા.22-07-2017ના રોજ બેન્ક દ્વારા રૂ.29482+ જી.એસ.ટી. રૂ.5306 મળીને કુલ રૂ.34388 ગમે તે કારણોસર કાપી નાખવામાં આવ્યા હતા. જે બાબતે બેન્કના મેનેજરનો સંપર્ક કરતા તેમણે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ગયા વર્ષે કાપવાના રહી ગયા હતા તે વર્ષે કાપી નાખવામાં આવ્યા છે. હવે તમને પરત મળે નહિ. ચાર મહિના સુધી અવાર-નવાર રજૂઆત કરવા છતાંય નાણાં પરત નહિ મળતાં છેવટે રામજીભાઈએ રિઝર્વ બેન્ક અને એક્સિસ બેન્કની કોર્પોરેટ બેન્કને લેખિત જાણ કરી છે. જેમાં સંતોષકારક જવાબ અને પૈસા બંને મળવા જોઈએ તેવી માંગ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો