• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • પૂર ટાઇમે ભાજપના નેતાઓ હેલિકોપ્ટરમાં બેસવા માટે ધક્કા મુકી કરતા હતા: અલ્પેશ

પૂર ટાઇમે ભાજપના નેતાઓ હેલિકોપ્ટરમાં બેસવા માટે ધક્કા મુકી કરતા હતા: અલ્પેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરબેઠકના કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જાહેર સભા શનિવારે રાત્રે વારાહી ખાતે યોજાઇ હતી. જેમાં તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું કે ચોમાસામાં આવેલ ભારે પૂર ટાઇમે ભાજપના નેતાઓ હેલિકોપ્ટરમાં બેસવા માટે ધક્કા મુકી કરતા હતા. હું કોઇનાથી ડરતો નથી હું સચ્ચાઈ માટે નીકળ્યો છું અને જીત્યા પછી દીકરો બનીને રહીશ, બાપ નહિ બનું. તમામ નાની મોટી જ્ઞાતિઓને એક કરવા આવ્યો છું. તમે મારી સાથે હશો તો મને કોઇ રોકી નહી શકે. લોકો અધર્મની લડાઇ લડી રહ્યા છે. ત્યારે હું ધર્મની લડાઇ લડી રહ્યો છું. આજ લવિંગજી સોલંકી મને લેવા માટે આવ્યા હતા તે મારી સામે ઉભા છે. જો તમારા વિસ્તારનો વિકાસ કરવો હોય તો શિક્ષિત ઉમેદવાર ચૂંટો હું વિસ્તારમાં એક વખત ચૂંટણી લડવાનો બીજી વખત ચૂંટણી લડવા નથી આવવાનો.મને 5 વર્ષ આપો હું વારાહીની કાયા પલટ બદલી નાખીશ. નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા તે મહીને 1 કરોડ 20 લાખના મશરૂમ ખાય છે. અને દિવસમાં સાતવાર રંગ બદલે છે. ભાજપ દ્વારા નર્મદામાં કરોડોના કૌભાંડ કરવામાં આવ્યા છે. તેમની પાસે હિસાબ માગવાનો સમય આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...