બનાસનદીમાં રાધનપુર તા.ના ખેડૂતોના ધરણા થઈ શક્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમહેસાણા હાઇવે પર આઇઓસીની પાઇપલાઇનના કારણે બંધ પડેલ નર્મદા યોજનાની કામગીરી શરૂ કરવા માટે 33 ગામોના ખેડૂતોએ રેલી યોજીને સોમવારે બનાસ નદીમાં બેસીને ધરણા કરવાનો કાર્યક્રમ આપ્યો હતો પણ સોમવારે સતત વરસાદ ચાલુ રહેતા તે મુલતવી રાખીને ટ્રેક્ટર ભરીને ખેડૂતોએ પ્રાંત કચેરીએ જઇને આવેદનપત્ર આપ્યુ હતું.

પ્રાંત અધિકારી જે.આર.નાયકને સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાધનપુર અને સાંતલપુરના 33 ગામોમાં નર્મદાના નીર પહોચ્યા નથી અને અનકે ગામોમાં કેનાલના કામો બાકી છે. અાઇઓસી પાઇપ પાસે 5 વર્ષથી કામ બંધ છે જેના લીધે આજુબાજુની કેનાલો તૈયાર હોવા છતા પાણી છોડી શકાયુ નથી. અને લોકો પાણીથી વંચિત છે અને વરસાદ પરજ આધાર રાખવો પડી રહયો છે.

અગાઉ બાબતે રજુઆતો કરવામાં આવી હતી છતા કોઇ કાર્યવાહી નહી કરાયતો નદીમાં જળ સમાધી લેવાનો કાર્યક્રમ પણ અપાશે તેવી ચિમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...