તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • રાધનપુરમાં મંડાઇ ચોકથી પરાનો રોડ અધૂરો છોડી દેવાતાં હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં મંડાઇ ચોકથી પરાનો રોડ અધૂરો છોડી દેવાતાં હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
3 માસમાં કામ પૂરું કરવાનું હતું, ત્યાં હજુ તો માત્ર મેટલ પાથરી છે

રાધનપુરશહેરમાં મંડાઇ ચોકથી પરા વિસ્તારમાં છત્રી સુધી પાલિકા દ્વારા વરસાદી ગ્રાન્ટ તળે ત્રણ માસ અગાઉ ટેન્ડરીંગ પ્રક્રિયા કરાઇ હતી. પરંતુ એજન્સી દ્વારા મેટલ પાથર્યા બાદ આજદિન સુધી ડામરકામ કરાતાં સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રહીશો દ્વારા તંત્રમાં રજૂઆત કરીને જરૂર પડ્યે લડત આપવા ચીમકી ઉચ્ચારાઇ છે.

રસ્તો બિસ્માર હતો અને માત્ર ડામર નાખવાથી વધારે પરેશાનીરૂપ બની રહયો હોઇ પાલિકાને વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનું કામ આગળ થતુ હોવાથી બુધવારે વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ હતી. જેમાં રોડ માટે નિયુકત એન્જસીએ રોડનું કામ ત્રણ માસમાં પૂર્ણ કરવાની શરત કરાયેલ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. લોકો અને વેપારીઓ હાડમારી ભોગવી રહ્યા છે. માત્ર મેટલ પાથર્યા હોવાથી માંડ માંડ પગપાળા ચાલી શકાય છે. વાહન વ્યવહારમાં પણ તકલીફ રહે છે. તેને લઇ તાત્કાલિક ડામરકામ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. જો દિન-7માં કામને વેગ નહંીં અપાય તો ધરણાં પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો