તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • રાધનપુરમાં વૃક્ષારોપણ કરી રામ સેવા સમિતિની વેબસાઇટ ખુલ્લી મૂકાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં વૃક્ષારોપણ કરી રામ સેવા સમિતિની વેબસાઇટ ખુલ્લી મૂકાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાધનપુરમાંરવિવારે શ્રી રામસેવા સમિતિ દ્વારા શાંતિધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય રાજ્ય મંત્રી શંકર ચૌધરીએ વૃક્ષારોપણ કર્યા બાદ સંસ્થાની વેબસાઇટને ખૂલ્લી મુકી હતી. જેમાં શ્રી રામ સેવા સમિતિ સમગ્ર વિશ્વની કામગીરી ઉપરાંત તમામ સાધુ સંતોની માહિતી ઉપલબ્ધ થશે એમ જણાવ્યું હતું. નિજાનંદ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા અને વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, પર્યાવરણનું અનુસંધાન કરવા વૃક્ષારોપણ કરાય છે. અને શ્રી રામ સેવા સમિતીએ ખરેખર સેવાની સુવાસ ફેલાવી છે.

પ્રસંગે પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય ભરતભાઇ રાજગોર, શૈલેષભાઇ ઠકકર, સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ ભોજાભાઇ આહિર, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણભાઇ મહાલક્ષ્મી, વિનોદભાઇ ગોકલાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા મેત્રા બ્લડ ડોનેશન કેમ્પમાં 100 બોટલો એકત્ર કરાઇ હતી. જ્યારે એક અઠવાડિયામાં 1000 છોડનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રસંજે નિજાનંદ સ્વામીએ જણાવ્યુ હતું કે, બધુ ભલે તમારા હાથમાં નથી પરંતુ યશ અને કીર્તિ તમારા હાથમાં છે. હું મોટો વિચાર ખોટો છે. સંસ્થાના સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો