તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં કોંગ્રેસનું આવેદન, વારાહીમાં દલિતોની રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુર ખાતે શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કેસની તપાસ સીબીઆઇને સોપવા, મહિનામાં ટ્રાયલ પુરો કરવા અને રાજ્યના ગૃહ મંત્રી રાજીનામું આપે તેવી માંગણી ઉચ્ચારી હતી. ગુરૂવારે શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ દેસાઇ, તાલુકા પ્રમુખ નવીનભાઇ પટેલ, આગેવાનો સવિતાબેન શ્રીમાળી, કેશાજી ઠાકોર, વી.બી.પરમાર, સરતાનભાઇ ભરવાડ, જીવાભાઇ ભગત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ રાજ્યપાલને સંબોધીને માલતદાર ભીખાભાઇ પટેલને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલ હોઇ રાજ્યના ગૃહમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઇએ તેવી માંગ કરી હતી. વારાહીમાં દલિત સમાજની એક રેલી જુના બસસ્ટેન્ડથી નિકળીને મુખ્યબજારમાંથી પસાર થઇ મામલતદાર કચેરીએ પહોંચી હતી.રેલી 200 થી 300 દલિતદ જોડાયા હતા. જેમાં અબીયાણાના સરપંચ શિવાજી ગોહિલ, દાત્રાણા સરપંચ અરજણભાઇ પરમાર,ડેલીગેટ ઇશ્વરભાઇ પરમાર,મોહનભાઇ મકવાણા,સુભાષભાઇ મકવાણા અને શાંતિદાસ બાપુ દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો