રાધનપુર તાલુકાના વડનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
વડનગરમાં 60 બાઈક છે વિકાસ છે : શંકરભાઇ ચૌધરી
રાધનપુરતાલુકાના વડનગર ગામે રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ ગુરુવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું અને કોંગ્રેસના વિકાસ ગાંડો થયો છે તેના જવાબમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં જે વિકાસ થયો નથી તે વિકાસ ભાજપના 20 વર્ષના શાસનમાં થયો છે. વડનગરમાં આજે 60 બાઈક છે. 25 થી 30 ટ્રેક્ટર છે વિકાસ છે.અહીં પહેલા એકેય સાધન હોતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શરીરને રોગમુક્ત રાખવું હોય તો જમવા બેસો તે પહેલા હાથ ધોઈને બેસો. 80 ટકા રોગો તો એમ દૂર રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે ખાતમુહૂર્ત થયું છે. જેનું એક વર્ષમાં ઉદ્ઘાટન કરશે તેવી તેમણે ખાતરી આપી હતી. પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરજગીરી ગોસ્વામી, મહામંત્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી, તાલુકા ભાજપ પ્રમુખ ભોજાભાઈ આહીર, કરશનભાઇ ચૌધરી સહીત અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.