તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુરમાં બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂ.65 હજારની મત્તાની ચોરી

રાધનપુરમાં બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂ.65 હજારની મત્તાની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |શહેરની શારદાસોસાયટીમાં બુધવારે બપોરે ધોળા દિવસે તસ્કરોએ એક બંધ ઘરમાં ઘૂસીને અંદરથી સોના ચાંદીના દાગીના મળી રૂ. 65500 ની મતાની ચોરી કરી ગયા હતા.

શારદા સોસાયટીમાં રહેતા ભાનુબેન સિંધી કોલેજમાં નોકરીએ અને તેમની દિકરી શાળાએ ગયા હતા તે વખતે કોઇ તસ્કરોએ ઘરના બાથરૂમના ત્રણ કાચ કાઢીને બારીમાથી ઘરમાં પ્રવેશ કરીને તીજોરીમાંથી સોનાની ચાર વીંટી,એક પેન્ડલ,કાનની બુટ્ટી,ચાંદીના 10 સિક્કા અને રોકડ રૂ.11500 મળી રૂ.65500ની મત્તાની તફડચી કરી ગયા હતા. બપોરે શાળાએથી દિકરી ઘરે આવતા ઘટનાની જાણ થઇ હતી. અંગે ભાનુબેને ફરીયાદ નોંધાવતા પીઆઇ આર.પી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...