તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • મહેસાણાના શીવમ્ ફ્લેટના ત્રીજા માળેથી તસ્કરો રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના શીવમ્ ફ્લેટના ત્રીજા માળેથી તસ્કરો રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવિસનગર રોડ પર જીઇબી કચેરીની બિલ્કુલ સામે આવેલા શીવમ ફ્લેટના ત્રીજા માળે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ 1.10 લાખની મત્તા ચોરી ગયા હતા.આ અંગે શહેર ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોધાયો છે .

જીઇબી કચેરીની સામે આવેલ શીવમ ફ્લેટમા ત્રીજા માળે રહેતા દિલીપસિંહ બાબુભાઇ રાઠોડ ગત 14 જુલાઇના રોજ પરિવાર સાથે કામસર રાધનપુર ગયા હતા.દરમિયાન બંધ મકાનનો લાભ લઇને આવેલા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળુ અને નકુંચો તોડી અંદર પ્રવેશ્યા હતા.

અહી રહેલો તમામ સામાન વેરવિખેર કરી મુંકનાર તસ્કરો બેઠક રૂમમાં પડેલી તિજોરીનું તાળુ તોડી તેમાંથી રૂ 80હજારની કિંમતના સોનાના 4 તોલાના દાગીના અને રોકડ રૂ 22હજાર મળી કુલ રૂ 1.10હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સોમવારે સવારે પડોશીએ ફોન કરતા ઘરે પરત ફરેલા દિલીપસિંહે ચોરી થવા અંગે શહેર ડીવીજન પોલીસ મથકમા ગુનો નોધાવ્યો હતો.જેમાં પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તપાસ હાથધરી છે.નોંધનીય છે કે, સાકડા પગથિયા ધરાવતા શીવમ ફ્લેટમા ત્રીજા માળે ચોરી કરીને તસ્કરો બિન્દાસ પગથિયા ઉતરી જવાનો મુદ્દો સ્થાનીક રહીશોમાં ચર્ચાસ્પદ બન્યો છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો