ડામરકામાં 20 સભ્યો ગુરૂવારે બહાર નીકળી શક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાંશહેરથી બનાસ નદી સુધી ચાર કીમી અંતરમાં ચાર જગ્યાએ મોટા ગાબડા પડી જતા હાઇવે છેલ્લા ચાર દિવસથી બંધ રહ્યો છે જેમાં આઇઓસીએલ કવાર્ટર આગળ 90 ફુટનું ગાબડું પડી ગયું છે. ચામુંડા માતા મંદીર પાસે પણ સ્ટેટ હાઇવે ધોવાઇ ગયો છે જેમાં જીવના જોખમે લોકો પસાર થઇ રહ્યા છે. કેટલાય લોકોએ ગળા સુધી પાણીમાંથી પસાર થયા હતા.

નદીકાંઠાના છાણીયાથર અગીચણા દેલાણા પેદાશપુરા ગડસઇ બિસ્મિલ્લાગંજ, અમરાપુર, ધોળકડા સહીતના અનેક ગામોમાં સંપર્ક થઇ શકયો હોતો. મસાલી, કામલપુર, ધરવડી, ડામરકા, અમીરપુરામાં લોકોની હાલત કફોડી રહી હતી. ડામરકામાં ત્રણ દિવસથી ધાબા ચડેલા 5 પૈકી 3 પરિવારોના 20થી વધુ લોકો મહામુસીબતે નિકળ્યા હતા.બે પરીવારોને બહાર કાઢવા જહેમત ચાલુ હતી.

શહેરમાં વડપાસર તળાવ તૂટે તે માટે 500 થેલીઓ રેતી ભરીને તૈયાર કરી તળાવ કાંઠે ગોઠવવામાં આવી હતી. જેના માટે આગેવાનો કામે લાગ્યા હતા. શહેરમાં રવિધામ, વાદીનગર, મસાલી રોડ, સ્કુલો, સાતુન રોડ, અંબીકાનગર તેમજ અન્ય વિસ્તારોમાં રામસેવા સમિતી અને સુરભી ગૌશાળા દ્વારા ભોજન સુવિધા પુરી પાડવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...