તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • પાલિકાની આવક વધારવા મિલકત વેરાની કડક ઉઘરાણી કરો: ચેરમેનની COને સૂચના

પાલિકાની આવક વધારવા મિલકત વેરાની કડક ઉઘરાણી કરો: ચેરમેનની COને સૂચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની તિજોરી તળિયાઝાટકના રિપોર્ટથી ખફા ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ અંકુરભાઇ જોષીએ ચીફ ઓફિસર પાંચાભાઇ માળીને ઝાટકી કાઢયા

તાજેતરમાં ચીફ અોફિસર પાંચાભાઇ માળીએ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને હિસાબી શાખાને લેખિતમાં જાણ કરીને પાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ હોવાનો રિપોર્ટ કર્યો હતો. જેના જવાબમાં ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ અંકુરભાઇ જોષીએ મિલકતનો વેરો પાંચ હજારથી વધુ બાકી હોય તેમની પાસે કડક ઉઘરાણી કરવા અને જરૂર પડ્યે મિલકતો સીલ કરવા જણાવ્યું છે. પત્ર લખીને જવાબદારીમાંથી છટકી શકતા નથી. અમે પાલિકાના ચુંટાયેલા સભ્ય છીએ. લોક પ્રતિનિધિ છીએ. તેમણે સીઓ સામે આક્ષેપ કર્યો હતો કે આપના પત્રોથી શંકા ઉપજે છે કે આપ ચુંટાયેલા પ્રતિનિધિઓને યેનકેન પ્રકારે દૂર કરવા માંગો છો. આવા પત્રોથી ચુંટાયેલી પાંખને દૂર કરી શકાતી નથી. ચુંટાયેલી પાંખને ડામાડોળ કરવાના ષડયંત્ર નહીં કરવાની પણ ચીમકી આપી ચુંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય કોઇપણ જાતના પત્ર વ્યવહારો બારોબાર સરકારમાં કરવા પણ જણાવ્યું છે.

નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સભ્યો વચ્ચેનું પત્રયુદ્ધ શહેરીજનોમાં ચર્ચાસ્પદ બન્યું છે.

કર્મચારીઓને ટેક્ષના નાણાં ઉઘરાવવા મોકલો

ચીફઓફિસર પાંચાભાઇ માળી પાસે હારિજ પાલિકામાં ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ હોવાથી અઠવાઠિયામાં બે દિવસ હારિજ, બે દિવસ મિટિંગોમાં હોય છે અને રાધનપુરમાં હાજરી આપી શકતા નથી. જેથી હારિજ પાલિકાનો ચાર્જ પરત લઇ રાધનપુરના કાયમી ચીફ ઓફિસર તરીકે રાખે તેવી રજૂઆત પણ કરી છે. ચીફ ઓફિસર આવતા હોઇ પાલિકાનો સ્ટાફ કચેરીમાં બેસી રહે છે કોઇ સમયસર નોકરીએ આવતું નથી. હાજરીપત્રકમાં સહી કરી દેતા કર્મચારીઓને ટેક્ષના નાણાં ઉઘરાવવા મૂકવા પણ જણાવ્યું છે.

રાધનપુર પાલિકામાં પત્રયુદ્ધ | ચૂંટાયેલા સભ્યોની જાણ બહાર સરકારમાં રિપોર્ટ નહીં કરવા ટકોર

અન્ય સમાચારો પણ છે...