• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર |રાધનપુરની આદર્શ પ્રાથમિક શાળાના છાત્રો વૈશાલીબેન વાલાભાઇ આહીરે જુડોમાં

રાધનપુર |રાધનપુરની આદર્શ પ્રાથમિક શાળાના છાત્રો વૈશાલીબેન વાલાભાઇ આહીરે જુડોમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |રાધનપુરની આદર્શ પ્રાથમિક શાળાના છાત્રો વૈશાલીબેન વાલાભાઇ આહીરે જુડોમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ જ્યારે નીમેષ જેસુંગભાઇ ચૌધરી અને ધાર્મિક હસુદાન ગઢવીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.તેઓે 13 ઓક્ટોબરે બિહારના પટણ ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લઇને કૌવત અજમાવશે. ઉપરાંત લાંબી કૂદમાં નિતેષ નિલાભાઇ ચૌધરીએ રાજ્યકક્ષાએ ઝળહળતી સફળતા મેળવતા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.આદર્શ પ્રાથમિક શાળાએ રાજ્યકક્ષાએ એક ગોલ્ડ, ત્રણ સિલ્વર, બે બ્રોન્ઝ મેડલ મેળવીને રાધનપુરનું ગૌરવ વધાર્યું છે.કોચ કમલેશભાઇ મારવાડી અને રણવીરભાઇ ભગતને આચાર્ય રમેશભાઇ પટેલ,સંસ્થા પ્રમુખ ગણેશભાઇ ચૌધરી અને મંત્રી ગાંડાભાઇ ચૌધરીએ બિરદાવ્યા હતા.

રાધનપુરના છાત્રો જુડોમાં રાષ્ટ્રકક્ષાએ કૌવત દાખવશે

અન્ય સમાચારો પણ છે...