તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં ગટરની ગંદકીથી વેપારી રાહદારીઓ પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરનગરપાલીકાનું તંત્ર ખાડે જતાં શહેરના ખૂણેખાંચરેથી ગંદકીથી પરેશાનીની ફરીયાદો ઉઠવા લાગી છે. શહેરના એસટી સ્ટેન્ડથી ભાભર ત્રણ રસ્તા માર્ગ લાખો રૂપિયાના ખર્ચે ફોરલાઇન બનાવવાની ગુલબાંગો વચ્ચે આજે રોડ બિસ્માર બની ગયો છે.ખુલ્લી ગટરમાં કચરો ઠલવાતો હોવાથી વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ગયા છે.જેને લીધે ચિફ ઓફીસરને આવેદનપત્ર આપીને કાયમી નિવેડો લાવવા રજુઆત કરી છે.

માર્ગ પર આવેલા શ્રીરામ શોપીંગ સેન્ટરના વેપારીઓ માનસિંહભાઇ, હિરાભાઇ, મહેશભાઇ , ડો. નીતીનભાઇ સહીત 20થી વધુ વેપારીઓના હસ્તાક્ષર સાથે અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શોપીંગ સેન્ટર આગળ છેલ્લા બે મહિનાથી ગટર ખુલ્લી કરેલી હોવાથી વગર વરસાદે પાણી ભરાઇ રહેવાના લીધે દુર્ગંધ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો ફેલાવની દહેશત છે. વેપારીઓ, ગ્રાહકો અને રહેણાંકના લોકો પરેશાન થઇ ઉઠ્યા છે. ગ્રાહકો પણ આવવાનું ટાળતા હોઇ વેપાર ધંધાને અસર થાય છે. ચાલુ વર્ષે સેનિટેશન વિભાગ દ્વારા શહેરના એકપણ વિસ્તારમાં યોગ્ય કામગીરી સફાઇની કરાતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પણી ભરાવાના કારણે ગંદકી ફેલાઇ છે. પ્રમુખ પણ રજા પર ઉતરી ગયા છે અને અન્ય સ્ટાફ મનમાની કરતો હોઇ રજુઆત કોને કરવી તેવો પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો