તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • સગી પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતા ઝડપાયો, બળાત્કાર કર્યાનું કબુલ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગી પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતા ઝડપાયો, બળાત્કાર કર્યાનું કબુલ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોતાનીસગી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાની શહેર બી ડીવીજન પોલીસે ગુરૂવારે ધરપકડ કરી હતી.જ્યારે મેડિકલ માટે સીવીલમા દાખલ કરાયેલી યુવતીની સાચી ઉંમર જાણવાની દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.યુવતીએ પિતા દ્વારા ગુજરાયેલ દુષ્કર્મ સંબધે પોતાના સ્વહસ્તે લખેલી ચીઠ્ઠી પોલીસે કબ્જે લીધી હતી.

હાલમા રાધનપુર રોડ પર રહેતી યુવતી જ્યારે ધોરણ-10મા અભ્યાસ કરતી હતી ત્યારે સગા પિતાએ ઘરમા એકલાતાનો લાભ લઇને તેણી પર દુષ્કર્મ આચર્યુ હતું.હવસખોર પિતાએ ત્યાર બાદ સમ્યાંતરે 10 વખત ગુજારેલ દુષ્કર્મની ઘટના સંબધે પરિવારને જાણ કરવા છતા કોઇ પરિણામ મળતા ઘટનાના 4 વર્ષ બાદ તેણીએ પોલીસનો આશરો લીધો હતો. શહેર બી ડીવીજન પીઆઇ એન.જી.ખટાણાએ યુવતીના દુષ્કર્મી પિતાની બુધવારે ધરપકડ કરી તપાસનો દોર લંબાવ્યો હતો.અમદાવાદ અભ્યાસ દરમિયાન ફી ભરનાર પિતાએ મહેસાણા આવી બનાવટી દાખલાના આધારે પુત્રીને ધોરણ-10 સુધી ભણાવી હોવાનું યુવતીના નિવેદનમા ખુલતા તે દિશામા તપાસ કરનાર પોલીસે તેણીની સાચી ઉંમર જાણવા મહેસાણા સીવીલમા ખસેડી છે.જ્યારે બીજીબાજુ પિતાના હવસનો શિકાર બનેલી યુવતીએ પોતાના હસ્તાક્ષરમા સમગ્ર ઘટનાક્રમ દર્શાવતી લખેલી ચીઠ્ઠી પોલીસે કબ્જે કરી હતી.

એક વખત બળાત્કાર ગુજાર્યો.. પિતાની કબુલાત

પુત્રીપર થયેલા દુષ્કર્મની ઘટનામા ઝડપાયેલા પિતાએ પોલીસ સામે નફ્ફટાઇ પૂર્વક તેને માત્ર એક વખત પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો છે નહી કે 10 વખત.તેવી કરેલી કબુલાતને પગલે પોલીસ પણ વિચારમા મુંકાઇ હતી.પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતા વિરૂધ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગણી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો