તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધના એલાન દરમિયાન ઇડરમાં કારચાલક સાથે મારામારી, 2ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાનગરપાલિકામાં જનસેવા કેન્દ્ર અને હાઇવે પર પ્રભુ કોમ્પલેક્ષમાં મારવાડી ફાયનાન્સ અને ખોડિયાર ટ્રાવેલ્સની ઓફિસ બંધ કરવા મામલે ટોળાએ પથ્થરમારો કર્યો હતો. ટોળાએ પ્રભુ કોમ્પલેક્ષમાં પાર્ક કરેલી કારના કાચ ફોડી નુકસાન કર્યુ હતું. શહેરના મુલ્કીભવન, ફુવારા વિસ્તાર, મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી પર ચક્કાજામ કરાતાં એક કલાક સુધી ટ્રાફિક અટવાયો હતો. દલિત આગેવાનોએ કલેકટર કચેરીના મુખ્ય ઝાંપા પાસે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલના નામના છાજીયા લીધા હતા. બીકે રોડ, સોમનાથ રોડ, હાઇવે સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવાઇ હતી.

બનાસકાંઠા: પાલનપુરમાંદલિત સમાજના યુવકો હાથમાં ડંડા સાથે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. કોઝી વિસ્તારમાં કેટલાક વેપારીઓ સાથે ચકમક ઝરતાં ઉત્તેજના પ્રસરી હતી. જોકે, વિનંતી કરવામાં આવતાં વેપારીઓએ દુકાનો બંધ કરી હતી. ગુરુનાનક ચોકમાં ચક્કાજામ કરતાં રેલવે પુલ, કિર્તીસ્તંભ રોડ, સિમલાગેટ રોડ તેમજ ગઠામણ દરવાજા માર્ગ ઉપર વાહનોની કતારો જામી હતી. મુખ્યમંત્રીના પોસ્ટરો ફાડવામાં આ‌વ્યા હતા. સંજય ચોક નજીક એક વેપારીએ દુકાન બંધ કરવાનો સાફ ઇન્કાર કરતાં વાતાવરણ ગરમાયું હતું. જોકે સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો. પાલનપુર-ડીસામાં દિવસ દરમિયાન એસટી બસો બંધ કરાતાં મુસાફરો અટવાયા હતા. ડીસા અને ભાભરમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. ધાનેરામાં નેનાવા ત્રણ રસ્તાથી રેલી નીકળી દુકાનો બંધ કરાવાઇ હતી.

અરવલ્લી: જિલ્લાનામોડાસામાં ચાર રસ્તા ઉપર દલિતોએ માર્ગ ઉપર બેસી ચક્કાજામની સ્થિતિ સર્જી દીધી હતી. માલપુર રોડ પરની દુકાનો બળજબરી પૂર્વક બંધ કરાવવાના મુદ્દે સર્જાયેલ ઘર્ષણ બાદ બેકાબુ બનેલા ટોળાએ આતંક મચાવતાં વેપારી હિતેન્દ્રભાઇ જોષી અને હિતેન્દ્રસિંહ રાજપુરોહિતને ગંભીર ઇજા થઇ હતી. માલપુર રોડ ઉપર ટોળાએ હની એજન્સી, શ્રી હરી રામદેવ ઇલેકટ્રોનિક, કચ્છી કીંગ સહિતની દુકાનોમાં તોડફોડ મચાવી હતી. એક બુલેટનો કચ્ચરઘાણ વાળી દેવાયો હતો.

સાબરકાંઠા: સાબરકાંઠાનાબડોલી, વડાલી, ખેડબ્રહ્મા અને ભિલોડા બંધ પળાયો હતો. જ્યારે હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ અને જિલ્લા દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. બડોલી પાસે પેટ્રોલપંપ સુધી ચક્કાજામ કરાતાં ઇડરથી ભિલોડા તરફ જતી બસો પાછી વળી હતી.ખેડબ્રહ્મામાં બસ સ્ટેન્ડથી સ્ટેશન વિસ્તાર સુધીની દુકાનો બંધ કરાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો