તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર તા.પં.ના મહિલા પ્રમુખ સામે 4 માસમાં ચોથીવાર અવિશ્વાસની દરખાસ્ત

રાધનપુર તા.પં.ના મહિલા પ્રમુખ સામે 4 માસમાં ચોથીવાર અવિશ્વાસની દરખાસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરખાસ્ત કરનારા સભ્યો

આયોજન મંડળના કામો ફાળવણી અંગે આક્ષેપો

ખળભળાટ | કામોની મંજૂરીમાં વિશ્વાસમાં નહીં લેવાના મુદ્દે અસંતોષ

ભાજપના પ્રમુખ સામે કોંગ્રેસ-અપક્ષ 12 સદસ્યોએ દરખાસ્ત રજૂ કરી

રાધનપુરતાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખ બધીબેન રામાભાઇ આયર વિરુદ્ધ 4 મહિનામાં ફરી એકવાર કોંગ્રેસ અને અપક્ષના મળી 12 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતાં ફરી એકવાર રાજકિય ગરમાવો આવી ગયો છે. અણઘડ વહિવટ અને કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવાતા હોવા મુ્દ્દે અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરાઇ છે. જોકે, ચોથી વખત અવિશ્વાસની દરખાસ્ત છે, એેકેય વખત પસાર થઇ નથી. વખત પણ અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થવાનો વિશ્વાસ પ્રમુખે વ્યકત કર્યો હતો.

તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય ભાજપ પ્રેરિત પ્રમુખ બધીબેન આયર સત્તા પર છે. તેઓ દ્વારા મનફાવે તેમ કામો કરાતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને અપક્ષના 12 સદસ્યોએ ટીડીઓને અવિશ્વાસની દરખાસ્ત સુપરત કરી બેઠક બોલાવવા કહ્યું છે.

અભ્યાસ કર્યા બાદ નિર્ણય : TDO

ટીડીઓરમેશ પોરાણીયાએ જણાવ્યું કે, સભ્યોની અવિશ્વાસ દરખાસ્ત મળી છે. જેમાં નિયમો અંગે અભ્યાસ કરીને નિર્ણય લેવાશે.

{ કોંગ્રેસના સભ્યો ખોટો વિરોધ કરે છે

તાલુકાપંચાયતના પ્રમુખ બધીબેન આયરના પતિ રામાભાઇ આયરે જણાવ્યું કે, વિકાસકાર્યો યોગ્ય રીતે અને આયોજનપૂર્વક થઇ રહ્યા છે. કોંગ્રેસના સભ્યોને પૈસા ખાવા ના મળતા હોવાથી ખોટા આક્ષેપો કરીને આવા નાટકો કરે છે.

કોંગ્રેસના સદસ્યો તલશીભાઇ ખેતાભાઇ ઠાકોર અને લવજીભાઇ ખેતાભાઇ ઠાકોરના જણાવ્યા મુજબ, આયોજનમાં પ્રમુખના વિસ્તારના 5 ગામોને રૂ.70 લાખ ફાળવાયા, જયારે બાકીના 35 ગામોને એકપણ રૂપિયો ગ્રાન્ટ ફાળવાઇ નથી. કામોમાં પણ વ્યાપક ગેરરીતિઓ થઇ રહી છે. જિલ્લા કલેકટર અને ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. તપાસ શરૂ થઇ ગઇ છે.

1. પશીબેન વિરમભાઇ ઠાકોર

2. ભેમાભાઇ જેહાભાઇ પટેલ

3. લવજીભાઇ ખેતાભાઇ ઠાકોર

4. હરખા ભગવાનભાઇ ભરવાડ

5. તળશીભાઇ ખેતાભાઇ ઠાકોર

6. સોમાભાઇ જેઠાભાઇ સોલંકી

7. ખેમીબેન ખેતાભાઇ રાણા

8. ગોમતીબેન ચેતનભાઇ ઠાકોર

9. મસુબેન જોરાજી ઠાકોર

10. રમિલાબેન રમેશભાઇ રબારી

11. કંકુબેન જયંતિભાઇ ઠાકોર

12. સેંધાભાઇ હેંગાભાઇ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...