પ્રાંત અધિકારીના પત્ની સાથે અભદ્ર વ્યવહાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાં સહાય મામલે મહિલાઓનું ટોળું ધસ્યું

રાધનપુરશહેરમાં કેટલાક વિસ્તારોમાં માથાભારે તત્વો વરસાદના કારણે મળતી સહાય મેળવવા માટે રઘવાયા બન્યા છે અને મામલતદાર કચેરીએ જઇ હોબાળા મચાવતા હોય છે. પણ બુધવારે સહાય મેળવવા રજુઆત કરવા આવેલ મહિલાઓએ પ્રાંત અધિકારીના ઘરે જઇ તેમના પત્ની સાથે ગેરવર્તણુંક કરી હતી. જોકે અન્ય લોકોએ મહિલાઓને સમજાવી મહામુસીબતે ટોળાને બહાર કાઢ્યું હતું ઘટના બાદ પ્રાંત અધિકારીની રજુઆત બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાંત અધિકારી બિમાર હોઇ હાજર હતા ત્યારે કેટલાક લોકોઅે સહાય બાબતે મહિલા અને ઉશ્કેરણી કરતાં તે ટોળુ પ્રાંત અધિકારીના ઘરે ધસી ગયું હતું અને તેમના પત્ની સાથે અણછાજતો વ્યવહાર કરતાં શારીરીક નુકશાન કરે તેુ પહેલાં આજુબાજુના લોકો દોડી આવી ટોાળને રવાના કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...