રાધનપુરમાં કાર પલટતા પરીવારનો આબાદ બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરના જશવંતપુરી શીવપુરી ગોસાઇ તેમના પત્નિ લલીતાબેન ભાઇ મહેન્દ્રગીરી શીવપુરી ગોસાઇ તથા તેમના પત્નિ પલ્લવીબેન અને નાના ભાઇ ના પત્નિ રંજનબેન સહિત સ્વીફટ ગાડી લઇને બુધવારે સવારે પાલનપુર રહેતા ભાણીયા કલ્પેશને ત્યાં દિકરો આવ્યો હોઇ મળવા જતા હતા. સમય દરમ્યાન સવારે આઠેક વાગ્યાના સુમારે રાણકપુર પાસે જસવંતપુરીએ એકાએક સ્ટીપરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ડીવાઇડર ઉપર ચડીની બીજી બાજુ પહોંચી પચાસ ફુટ સુધી ઘસડાઇને ઉંધી થઇ ગઇ હતી. આજુ બાજુના લોકો અને અન્ય ગાડીઓ વાળાએ આવીને તમામને બહાર કાઢયા હતા. એક પણ સદસ્યના શરીર ઉપર સામાન્ય ધસરકો પણ થવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...