• Gujarati News
  • રાધનપુરમાં પાણીની સમસ્યા હલ કરવા ત્રણ નવા બોર બનાવાશે

રાધનપુરમાં પાણીની સમસ્યા હલ કરવા ત્રણ નવા બોર બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર શહેરમાં પીવાના પાણીની સમસ્યા પહોંચી વળવા માટે નગરપાલિકા તંત્ર સજજ થઇ રાું છે. જેના ભાગરૂપે પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓની બેઠક બોલાવી હતી. જેમાં નગરજનોને પીવાનું પાણી સમયસર અને પૂરતુ મળી રહે તે માટે તાકીદ કરાઇ હતી. આ ઉપરાંત ત્રણ નવા બોર બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી.
મંગળવારે મોડી સાંજે પાણીની ટાંકીએ મળેલી બેઠકમાં પાલિકા પ્રમુખ મહેશભાઇ મુલાણી, પાણી પુરવઠા ચેરમેન સુભાષભાઇ મકવાણા, સુપરવાઇઝર વિક્રમભાઇ ભોજક, ઉમેશભાઇ ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના તમામ કર્મચારીઓને પાણીનો બગાડ અટકાવવા કડક સૂચના આપી હતી. ઉપરાંત સર્વિસ સ્ટેશનો હોટલ, લોજ, દવાખાના સહિત અન્ય સ્થળોએ પાણીના ગેરકાયદે કનેકશનોની યાદી તૈયાર કરી પોલીસ ફરિયાદ દાખલ કરાશે. જયારે પાણીનો બગાડ અટકાવવા માટે પાણી છોડયા બાદ વાલ્વમેને જે તે વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ખૂલ્લા નળ બંધ કરાવીને તેમજ સમ્પ અને ટાંકી પર નિયમિત કલોરીનેશન કરાવવું, વાલ્વમાંથી પાણી લીકેજ ન થાય તેનું ઘ્યાન રાખવું, ટાંકી અને સમ્પની દર છ મહિને સફાઇ કરવી સહિત કડક સૂચનાઓ કર્મચારીઓને આપવામાં આવી હતી.
દરરોજ ૪૦ લાખ લિટર પાણીની જરૂરિયાત
નગરપાલિકાની વસતી ૪૦,૧૦૯ છે. જેમને વ્યકિતદીઠ ૧૦૦ લિટર પાણીની જરૂરીયાત મુજબ, ૪૦ લાખ લિટર પાણીની જરૂરીયાત પડે છે. ગ્પાણી પુરવઠા વિભાગ દ્વારા અને નગરપાલિકાના સોર્સથી દૈનિક ૪૦ લાખ લિટર પાણી મળે છે. જેથી નાગરીકોને દરરોજ પાણી મળવું જોઇએ તેની જગ્યાએ બે કે ત્રણ દિવસે પાણી અપાય છે.
ત્રણ નવા બોરનું આયોજન
પાલિકાના પાણી-પુરવઠા કમિટીના ચેરમેન સુભાષભાઇ મકવાણાના જણાવ્યા મુજબ, ત્રણ નવા બોર બનાવવાનું આયોજન છે. જેમાં મસાલી રોડ પર સર્વે નં. ૩૯૦માં બોર તૈયાર થઇ ગયો છે. જેનું પાણી એકાદ અઠવાડીયામાં વિતરણ કરવામાં આવશે. જયારે પદ્મવાડી અને દેસાઇ દરવાજા પાસે બે નવા બોર બનાવવાનું આયોજન છે. જેનું કામકાજ ૧૫ દિવસમાં ચાલુ થઇ જશે.