રાધનપુર - સાંતલપુરમાં મૂગા ઢોરો માટે ઘાસચારાની તંગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરઅને સાંતલપુર તાલુકમાં ભારે વરસાદ અને બનાસના પૂરને કારણે માનવજીવન કરતા પશુજીવન ઉપર વ્યાપક અસર થવા પામી છે. અસંખ્ય પશુઓ તો ધસમસતા પૂરમાં તણાઇ ગયા છે. જ્યારે જીવિત બચેલા પશુધન માટે ચારે બાજુ પાણી હોવાથી ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે. જેના માટે તંત્ર પણ જાગૃત છે. બનાસ ડેરી દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો જૈનસંઘ પણ માટે સક્રિય બન્યુ છે. વલસાડથી ધાસચારો ભરેલી બે ટ્રકો રવાના થઇ ચૂકી છે. જે આવતા પશુઓને જીવનદાન મળશે. વિનુભાઇ પટેલના જણાવ્યા મુજબ બનાસ ડેરી દ્વારા 12 તબીબોની ટીમ કામે લાગી ગઇ છે. રવિવાર સુધી બે ગામોનો સંપર્ક થઇ શક્યો નથી. બાકી તમામ ગામોમાં સહાય ફુડપેકેટ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીએસએફની ટીમ દ્વારા પણ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. કેમ્પ બાદરપુરા ગામે રખાયો હતો. જેમાં ચાર ગામના લોકોને તપાસ વામાં આવ્યા હતા. નદીકાંઠાના પેદાશપુરા, બિસ્મીલ્લાગંજ સહિતના 8 ગામોનો વાહન વ્યવહાર કપાઇ જવા પામ્યો છે. છતા પણ બોટ દ્વારા ત્યાં ટીમો પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...