રાધનપુરમાં નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો ઉદ્ઘાટન

રાધનપુર : રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત ત્રીકમજીભાઈ ચતવાણી આર્ટસ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:46 AM
રાધનપુરમાં નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો ઉદ્ઘાટન
રાધનપુર : રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત ત્રીકમજીભાઈ ચતવાણી આર્ટસ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં ગુરુવારે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો ઉદ્ઘાટન સમારંભ પ્રાંત અધિકારી એસ.ડી ગિલવાની ઉપસ્થિતિમાં યોજાયો. સ્પર્ધાત્મક પરિક્ષાની જાણકારી આપી હતી અને આ નિ:શુલ્ક ક્લાસીસ દર શનિવારે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે યોજાશે. જેમાં નિષ્ણાત અધ્યાપકો, વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે. અા કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. મહેશભાઇ મુલાણી, મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સી. એમ. ઠક્કર, પ્રાધ્યાપક કે.સી ઠક્કર, પ્રા.આર. એન. ગામીત, પ્રા. બી. એ. રાઠોડ, પ્રા. એસ જી બાગુલ, પ્રા. નિકુંજભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અને વર્ગોની જવાબદારી ડૉ. ચિરાગ રાવલ, પ્રા. નિકુંજભાઈ પ્રજાપતિ દ્વારા લેવાઈ છે.

X
રાધનપુરમાં નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો ઉદ્ઘાટન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App