રાધનપુર નાલંદા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુરમાં નાલંદા વિદ્યાલય ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું હતુ. રોજ-બરોજના જીવનમાં વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરીને પોતાના જીવનને સુખાકારી બનાવી શકે તેવા ઉમદા હેતુથી શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક માધુભાઈ ચૌધરી, ગોવિંદભાઇ પટેલ તેમજ પરાગભાઇ પટેલે વિવિધ કૃતિઓ બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રદર્શનમાં કુલ 78 વિદ્યાર્થીઓએ 31 કૃતિઓ રજૂ કરી હતી.પાટણ ડી.ઈ.ઓ.કચેરીના શિક્ષણ નિરીક્ષક દિનેશભાઇ પ્રજાપતિ તેમજ તજજ્ઞ કે.ડી.અખાણીએ પ્રદર્શનને ખુલ્લું મુખ્યુ હતું.

શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. નાલંદા કન્યા વિદ્યાલયના આચાર્યા અર્ચનાબેને પુસ્તક આપીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.શાળાના વિજ્ઞાન મંડળના કન્વીનર ગોવિંદભાઇ પટેલે પ્રદર્શન અંગે સવિસ્તાર જાણકારી અાપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...