• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર તા.પં. કારોબારીમાં ટીડીઓ એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

રાધનપુર તા.પં. કારોબારીમાં ટીડીઓ-એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર તાલુકા પંચાયતની કારોબારી સમિતિની પ્રથમ બેઠક શનિવારે યોજાઇ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા બાદ બેનામી સંપત્તિ મામલે એસીબી તપાસ કરાવવા માંગ કરતો ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત વરસાદ ન થતાં કેનાલોમાં પાણી છોડવા માંગ કરતો ઠરાવ પણ કરાયો હતો.

કારોબારી અધ્યક્ષ સુરેશ ઠાકોરના વડપણ હેઠળ મળેલ કારોબારી સમિતિની બેઠકમાં સભ્યો દ્વારા કથિત ભ્રષ્ટાચાર મામલે ઉગ્ર રજૂઆતો થઇ હતી. જેમાં ટીડીઓ દ્વારા ઝેરોક્ષના બિલો પેટે રૂ.5,80,366 અને ચા પાણીના ખર્ચા પેટે રૂ.80,955 ના ખોટા ખર્ચા મીટીંગોના નામે બતાવીને ચાઉ થઇ રહ્યાની ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત વિવેકાધીન એટીવીટી તેમજ અન્ય વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી નથી. દશ ટકા હિસ્સો લઇને જ બિલો મંજૂર કરાતા હોવાની રજૂઆતો બાદ એસીબી દ્વારા તપાસ કરાવવા ઠરાવ કરાયો હતો. શહેરમાં ભણશાળી ટ્રસ્ટ સામે રાધનપુર તાલુકા પંચાયતની માલિકીની જમીનમાં થયેલ દબાણો હટાવી જગ્યાનો કબજો લેવા પણ ઠરાવ કરાયો હતો. શૌચાલયની કામગીરીમાં તપાસ માંગવામાં આવી છે તેમ કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે જણાવ્યું હતું.

કારોબારી ચેરમેન ધાક જમાવવા માટે આક્ષેપો કરી રહ્યા છે : ટીડીઓ
રાધનપુર તાલુકા વિકાસ અધિકારી આર.એચ.ચૌધરીએ જણાવ્યું કે કારોબારી ચેરમેન અધિકારી કર્મચારીઓ પર રોફ જમાવવા માટે જ આવા પ્રયાસ કરી રહ્યા છે. ચા પાણી માટે રૂ.10 હજાર સુધીનો ખર્ચ કરવાનો અધિકાર મને છે જે હું ઘેર નથી લઇ જતો. ઝેરોક્ષ માટે કચેરી દ્વારા ઇજારો અપાયેલો છે. તેમની સામેના આક્ષેપો અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...