તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • કલ્યાણપુરા ગામે રૂ.12 લાખના ખર્ચે પાણીની નવીન પાઈપલાઈન નંખાઈ

કલ્યાણપુરા ગામે રૂ.12 લાખના ખર્ચે પાણીની નવીન પાઈપલાઈન નંખાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે પાણીપુરવઠા વિભાગ દ્વારા રૂ.12 લાખના ખર્ચે પીવાના પાણીની નવીન પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી છે. નવીન પાઈપલાઈન નંખાતા કલ્યાણપુરા ગામ ઉપરાંત વાડી વિસ્તારના લોકોને પણ હવે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે.

કલ્યાણપુરા ગામે વર્ષો જૂની અને બેની સાંકડી પાઈપલાઈન હોવાથી ગામના લોકોને અને એક કિલોમીટર દૂર રહેતા વાડી વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નહોતું. જેને કારણે પીવાના પાણી માટે લોકોની બુમરાડ ઉઠતી હતી.

તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ઠાકોરે આ બાબતે પાણીપુરવઠા વિભાગ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પાણી પુરવઠા મંત્રી સહિતને લેખિતમાં રજૂઆત કરતા ગ્રામજનોના રૂ.1.10 લાખના લોકફાળા સહિત નવીન પાઈપલાઈન નાંખવા માટે રૂ.12 લાખ મંજૂર કર્યા હતા. જેની કામગીરી ત્રણ દિવસથી શરુ કરી હતી. જે પૂર્ણ થતા જ 3,4 અને 5ની પહોળી પાઈપલાઈન નાંખવામાં આવી હોવાથી હવે લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તસવીર-કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...