તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • હારિજમાં 10 મીમી વરસાદ, રાધનપુર,ચાણસ્મા અને સમી પંથકના કેટલાંક ગામોમાં વરસાદી ઝાપટાં

હારિજમાં 10 મીમી વરસાદ, રાધનપુર,ચાણસ્મા અને સમી પંથકના કેટલાંક ગામોમાં વરસાદી ઝાપટાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે સવારે હારિજ, રાધનપુર અને ચાણસ્મામાં સવારના સમયે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી,ખેડુતોમાં હવે વરસાદ પડશે તેવી આશા સાથે આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. જ્યારે વરસાદી ઝાપટાથી ગરમીમાં ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે પંથકના ખેડુતોએ પણ ચોમાસુ ખેતીની તૈયારીઓ આરંભ દિધી છે. હારિજમાં સોસાયટી,પોળ, મહોલ્લાઓમાં નાના ભૂલકાઓએ વરસાદમાં ન્હાવા લાગી પાણીમાં છબછબિયા કરી આંનદવિભોર થયાં હતાં. સમી તાલુકામાં નાનીચંદુર, દુંદકા, શમશેરપૂરા, કોંકતા, નાયકા, વગેરે ગામોમાં જમીન ભીંજાય તેવા અમી છાટણા થયાં હતાં. ડિઝાસ્ટર મામલતદાર જીગ્નેશભાઈ દવે ના જણાવ્યા મુજબ બુધવાર સવારે 15 મિનીટ વરસતા 10 એમ.એમ.વરસાદ નોંધાયો હતો.ભિલોડા પંથકમાં વહેલી સવારે બે કલાકના સમયમાં જ ચાર ઇંચ જેેટલો વરસાદ તૂટી પડતાં બુઢેલી અને હાથમતી નદી ભયજનક વટાવીને બે કાંઠે વહેવા લાગી હતી. મહેસાણામાં પણ રાત્રે 9:30 કલાકે વરસાદી ઝાંપટા પડ્યા હતા.

ચાણસ્મા
અન્ય સમાચારો પણ છે...