તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌશાળામાં અનુદાન આપીને જન્મદિન ઊજવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં ઠક્કર સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર વિનોદભાઈ ડી.ગોકલાણીએ પોતાનો જન્મદિન અલગ જ રીતે ઊજવીને સમાજમાં નવો ચીલો પાડ્યો હતો. ગુરુવારે તેમનો જન્મદિન હોવાથી શહેરમાં આવેલી સુરભી ગૌશાળામાં રૂ.11 હજારનું અનુદાન આપીને જન્મદિનની ઉજવણી કરી હતી. ચાલુ વર્ષે વરસાદ પ્રમાણમાં નહિવત પડ્યો છે અને ગૌશાળામાં ગૌમાતાઓ ઘાસચારા અને પાણી વિના તરફડી રહી છે. ત્યારે ગૌમાતાના નિભાવ માટે અનુદાન આપીને પોતાના જન્મદિનને ચાર ચાંદ લગાવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...