તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુરમાં સ્ટેટ બેંકની નાણાં જમા અને ઉપાડની નવી સિસ્ટમથી ગ્રાહકો પરેશાન

રાધનપુરમાં સ્ટેટ બેંકની નાણાં જમા અને ઉપાડની નવી સિસ્ટમથી ગ્રાહકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરનીસ્ટેટ બેંકમાં નાણાં જમા કરાવવા અને ઉપાડવા માટે શરૂ કરાયેલી નવી સિસ્ટમથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અને અભણ ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અને કલાકો સુધી બેસી રહેવું પડતું હોઇ ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી જૂની સિસ્ટમ કાર્યરત રાખવા માંગ થઇ રહી છે.

રાધનપુરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કેટલાક સમયથી બે સિસ્ટમ દાખલ કરાઇ છે. જેમાં નાણાં ઉપાડવા કે જમા કરવા માટે કુપન લઇને ડીસપ્લેમાં કુપનનો નંબર આવે ત્યારે કેશબારી ઉપર જવાનું અને બીજી સિસ્ટમ એટીએમ દ્રારા નાણાં જમા કરાવવા. બંને સિસ્ટમથી બેંકના ગ્રાહકો એટલી હદે ત્રાહિમામ પોકારી ગયા છે કે ધીમે ધીમે બેંકમાંથી ખાતા બંધ કરવાની નોબત આવી શકે છે. આવી સિસ્ટમો ખાસ કરીને મોટી સિટી અને શિક્ષિત વિસ્તારોમાં સફળ થઇ શકે તેમ છે. ગ્રામ્ય વિસ્તારના ખાતેદારોને તે સમજ ના પડતી હોઇ આખો દિવસ બગડે છે અને ડિસપ્લે ઉપર આવતા નંબરથી અભણ લોકોને ભારે પરેશાની થાય છે. ઉપરાંત, એટીએમ દ્રારા સ્ટેટ બેંકના ગ્રાહકો નાણાં ભરે તો પણ બિનજરૂરી રૂ. 25 ખાતામાંથી કપાઇ જતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેથી બંને સુવિધા બંધ કરવા ગ્રાહકો દ્વારા સ્થાનિક સ્તરે રજૂઆત કરી છે.

રાધનપુરની સ્ટેટ બેંકમાં નાણાં ઉપાડવા ડીસપ્લેમાં કુપનનો નંબર આવે તેની રાહ જોતા ગ્રાહકોએ બેસી રહેવું પડે છે. તસવીર- કમલ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...