તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • Radhanpur મોરબીના મીયાણીના ભાગેડું પ્રેમીપંખીડાં રાધનપુરમાં પોલીસના હાથે પકડાઇ ગયા

મોરબીના મીયાણીના ભાગેડું પ્રેમીપંખીડાં રાધનપુરમાં પોલીસના હાથે પકડાઇ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | મોરબીના મીયાણી ગામેથી કોઇને કહ્યા વગર ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાઓ રાધનપુર માં પોલીસના હાથે આવતાં તેમના પરિવારજનોને બોલાવી સુપરત કરી તેમના વતન મોકલી આપ્યા હતા.

રાધનપુર પોલીસને શંકાસ્પદ જણાતાં યુવક યુવતીની પૂછપરછ કરતાં ઘરે કોઈને કહ્યા વગર ભાગ્યાનું જણાવ્યું
શનિવારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.પરમાર તેમજ સ્ટાફના ભરતજી બાબુજી, અમૃતભાઈ તેજરામભાઇ, નરપતદાન પ્રભુદાન, મહેન્દ્રસિંહ ખાનસિંહ અને જશવંતસિંહ દુદાજી સહિતે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાધનપુર હાઇવે ચાર રસ્તા પાસે બે યુવક-યુવતી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેઓની પુછપરછ કરતાં અરવિંદભાઈ હેમંતભાઈ બાબુભાઇ ઝીંઝુવાડિયા અને ચંદ્રિકાબેન ભૂપતભાઈ ધરમસિંહભાઈ કુરિયા બંને રે.મિયાણી તા.હળવદ જી. મોરબીના હોવાનું જણાવેલ અને બંને ઘરેથી કોઈને કહ્યા વગર ભાગેલ હોવાનું જણાવ્યું હતુ. જેને પગલે પોલીસે તેમના માતા-પિતાને રાધનપુર બોલાવીને સુપરત કરવામાં આવ્યા હતા તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...