Home » Uttar Gujarat » Patan District » Radhanpur » Radhanpur - રાધનપુરમાં અન્નપૂર્ણા યોજનામાં 336 શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

રાધનપુરમાં અન્નપૂર્ણા યોજનામાં 336 શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:20 AM

કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે યોજનાનો પ્રારંભ કર્યો

  • Radhanpur - રાધનપુરમાં અન્નપૂર્ણા યોજનામાં 336 શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
    રાધનપુરમાં રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે શનિવારે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રમ અને રોજગારી કરતા મજૂરવર્ગ માટે સરકાર દ્વારા રૂ.10માં ભોજનનો લાભ લેવા 336 શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શુદ્ધ અને સ્વાતિક ભોજન મળી રહે તે હેતુથી નવતર અભિગમનો પ્રારંભ કર્યો છે.

    આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ મહાલક્ષ્મી, ઉપપ્રમુખ સુરજગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી, પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, ડો.વિજય સુથાર સહીત અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી દિલીપજી ઠાકોરે મજૂર વર્ગને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ