તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુર |રાધનપુર તાલુકાના નાનીપીંપળી ગામના ઠાકોર અને રબારી સમાજ વચ્ચે

રાધનપુર |રાધનપુર તાલુકાના નાનીપીંપળી ગામના ઠાકોર અને રબારી સમાજ વચ્ચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર |રાધનપુર તાલુકાના નાનીપીંપળી ગામના ઠાકોર અને રબારી સમાજ વચ્ચે 24 વર્ષ પહેલા અણબનાવવના પગલે મન:દુખ થયા હતા. જે મનદુ:ખ દુર કરવા માટે રવિવારે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે બંન્ને સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા. જેના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઇ રાઠોડ, કનીજના મોમજીભાઇ અને કેશાજી બાબરાના મફાજી ઠાકોર તેમજ રબારી સમાજના અગ્રણીઓ બંધવડના જોધાભાઇ રબારી, નાની પીંપળીના કમાભાઇ રબારી, સુલતાનપુરાના મસાભાઇ રબારી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂતકાળ ભૂલી જઇને હળી મળીને રહેવા અંગે વચનો અપાયા હતા. અને ચા-પાણી કસુંબો કરાયો હતો. તસવીર-કમલચક્રવર્તી

રાધનપુરના નાનીપીંપળીમાં ઠાકોર -રબારી સમાજમાં સમાધાન

અન્ય સમાચારો પણ છે...