તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વારાહીમાં સરપંચ પદ માટે 3 મહિલાઓ મેદાને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંતલપુરતાલુકાના મુખ્ય મથક એવા વારાહી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે કરમકશ ભર્યો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કુલ 11હજારની વસ્તી અને 7453 મતદારો ધરાવતી ગ્રામ પંચાયતમાં ત્રણ મહિલા ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમાં જીર્વાબેન હાજીખાન મલેક, સાબિરાબેન કમાજી મલેક અને રસીદાબેન અલેફભાઇ મલેકનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 14 સભ્યોની ચુંટણીમાં 7 સદસ્યો બિનહરિફ ચુંટાઇ આવ્યા છે. અને 7 સદસ્યોની ચુંટણી યોજાનાર છે.

વારાહી જૂથ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ચુંટાઇ આવેલા હાજીખાન ડોસાજી મલેકના ધર્મપત્નિ જીવાંબેન અને સમયે માત્ર 170 મતે હારી ગયેલા અલેફભાઇ કરીમખાન મલેકના ધર્મપત્નિ રસીદાબેન ચુંટણી જંગમાં છે. મુસ્લિમ દલિત દેવીપૂજક ઠકકર ઠાકોર સમાજની બહુમતિ મતો ધરાવતી ગ્રામ પંચાયતમાં કોણ મેદાન મારશેએ મતદારો જાણે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો