તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • શિક્ષકની ગેરવર્તણુકને લઈને ગામના 168 લોકો પ્રાથમિક શિક્ષપાધિકારી પાસે દોડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકની ગેરવર્તણુકને લઈને ગામના 168 લોકો પ્રાથમિક શિક્ષપાધિકારી પાસે દોડ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરતાલુકાનાબંધવડગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહાદેવભાઇ વાસાભાઇ ચૌધરી શાળામાં રોજે રોજ મોડા આવે છે. શાળામાં આવ્યા બાદ મોટાભાગનો સમય મોબાઇલ ફોન ઉપર લાગેલા રહે છે. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ભર્યો વ્યવહાર કરે છે મનફાવે તેમ માર પીડ કરે છે. આચાર્યનું કહેવું માનતા નથી. કાંઇ કહેવા જાય તો આચાર્ય સાથે ઝઘડો કરે છે. અને મોટું નુકશાન કરવાની ધમકીઓ આપતા હોવાની ગામના 168 જેટલા ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિતમાં રજુઆત કરી છે. ઉપરાંત શાળાના આચાર્ય દેવાભાઇ મકવાણાએ મોડાના આવવાનું કહેતા શિક્ષકે આવેશમાં આવી જઇને ભુંડી ગાળો બોલીને આચાર્યના કપાળ ઉપર ગડદો મારીને અપમાન કરીને ધમકી આપી હતી કે જો ફરીયાદ કરશો તો તમારા કુટુંબને મોટું નુકશાન કરીશ જેના લીધે ડરતા માર્યા શાળાએ જવાનું બંધ કરવું પડયુ છે જેથી તાત્કાલીક ધોરણે શિક્ષકની બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો