સાત વર્ષના બાળકનું ઝેરી જીવજંતુ કરડતાં મોત

સમી તાલુકાના ઝીલવાણા ગામે ઘરમાં સુતેલા 7 વર્ષના બાળકને ઝેરી જીવજંતું કરડતાં મોત નીપજ્યું હતું સમી તાલુકાના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:10 AM
Radhanpur - સાત વર્ષના બાળકનું ઝેરી જીવજંતુ કરડતાં મોત
સમી તાલુકાના ઝીલવાણા ગામે ઘરમાં સુતેલા 7 વર્ષના બાળકને ઝેરી જીવજંતું કરડતાં મોત નીપજ્યું હતું

સમી તાલુકાના ઝીલવાણા ગામે રહેતા લક્ષ્મણભાઇ પરમારનો સાત વર્ષિય પુત્ર રોહિત ધો-2માં અભ્યાસ કરતો હતો. શુક્રવારે રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે ઘરમાં સુતો હતો એ સમય દરમ્યાન કોઇ ઝેરી જીવજંતુ કરડી જતા તાત્કાલિક રાત્રે રાધનપુરની રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા. પરંતુ રાત્રે દોઢ વાગે તેનુ કમકમાટી ભર્યુ મોત નિપજતા પરીવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. શનિવારે વહેલી સવારે ઝિલવાણા ખાતે સ્વર્ગસ્થ રોહિતની અંતિમવિધી કરવામાં આવી હતી.

ભાસ્કર ન્યૂઝ | રાધનપુર

X
Radhanpur - સાત વર્ષના બાળકનું ઝેરી જીવજંતુ કરડતાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App