કામલપુરમાં એક વર્ષથી તૂટેલા પુલનું કામ ઝડપી કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર તાલુકાના કામલપુર ગામે ગત વર્ષે બનાસ નદીમાં આવેલા પૂરને કારણે બનાસ નદીનો પુલ કામલપુર ગામના છેડેથી ધોવાઈ ગયો હતો અને પુલ બનાવવા માટે અનેક રજૂઆતો બાદ કામ ચાલુ કરાયું છે, જે સાવ મંદ ગતિએ ચાલી રહ્યું છે,જે ઝડપથી કામ પૂરું થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

બનાસ નદીકાંઠે વસેલા કામલપુર ગામને અડીને બનાસ નદી ઉપર નવો બનાવેલ પુલનો છેડો તણાઈ જતા નદીના બે કાંઠાનો સંપર્ક કપાઈ જતાં રાધનપુરથી પાટણ સુધીના અનેક ગામોને આવરી લેતો આ માર્ગ બંધ થઇ ગયો હતો. ત્યારબાદ અસરગ્રસ્ત ગામોના લોકોએ પૂલનું કામ ઝડપથી ચાલુ કરવા અવારનવાર રજૂઆતો બાદ પૂલનું કામ તો ચાલુ કરાયું છે, પરંતુ ગોકળગતિએ કામ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં નદીમાં થઈને ડાઇવર્જન આપવામાં આવ્યું છે, પરંતુ નદીમાં સામાન્ય પાણી આવતા જ રસ્તો સદંતર બંધ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...