તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Radhanpur
  • રાધનપુરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભા હોઇ કોંગ્રેસના અગ્રણીઓએ શહેર તાલુકાના

રાધનપુરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભા હોઇ કોંગ્રેસના અગ્રણીઓએ શહેર તાલુકાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભા હોઇ કોંગ્રેસના અગ્રણીઓએ શહેર તાલુકાના પ્રશ્નો અંગે મળવાની તૈયારી કરી હોઇ તેવું કંઇ થાય તે માટે શનિવારે એએસપી પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી રાધનપુર પોલીસે વહેલી સવારે સ્થાનીક કોંગ્રેસી નેતાઓને ઉંઘતા અટક કરી લેવાયા હતા. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમીતીના ચેરમેન લવીંગજી સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઇ પટેલ, શહેર પ્રમુખ કાનજી પરમાર, પાલીકા વિપક્ષના નેતા રમેશભાઇ મૂળજીભાઇકકર, તાલુકા પ઼ચાયત સદસ્ય સુરેશ ઠાકોર, મહિલા અગ્રણી સવિતાબેન શ્રીમાળીનો સમાવેશ થાય છે. પોલીસે વહેલી પરોઢે 5 વાગ્યે અટક કરી રાધનપુર અને ત્યાંથી વારાહી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા અને બપોરે 12 વાગ્યે મુકત કાયા હતા.

અન્ય સમાચારો પણ છે...