• Gujarati News
  • રાધનપુરના વડપાસર તળાવમાં આજથી બોટીંગ શરૂ થશે

રાધનપુરના વડપાસર તળાવમાં આજથી બોટીંગ શરૂ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંદર વર્ષ જૂનું સ્વપ્ન નવા પ્રમુખે એક માસમાં પૂરુ કર્યું

ભાસ્કરન્યૂઝ. રાધનપુર

રાધનપુરનાવડપાસર તળાવમાં બોટીંગનું સ્વપ્ન છેલ્લા પંદર વર્ષોથી પ્રમુખોએ બતાવ્યું હતું. પરંતુ નવા વરાયેલા પ્રમુખ ર્ડા. દેવજીભાઇ પટેલે સત્તા ઉપર આવ્યાના માત્ર એક મહિનામાં નાગરીકોના બોટીગના સ્વપ્નને પૂરુ કર્યું છે. જ્યારે શનિવારે રાજ્યના મંત્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે બોટીંગ લોકો માટે ઉપલબ્ધ બનશે.

શહેરના વડપાસર તળાવને લાખોના ખર્ચે સુશોભિત કરી તેમાં બોટીંગની વ્યવસ્થા કરી એક પિકનિક પોઇન્ટ તરીકે વિક્સાવવાના સ્વપ્નો છેલ્લા પંદર વર્ષની સત્તાધિશ પ્રમુખોએ બતાવ્યાં હતા. જોકે, તેઓ સ્વપ્ન પૂરુ કરી શક્યા નહોતા. માત્ર એક મહિનામાં પ્રમુખ ર્ડા. દેવજીભાઇ પટેલે બોટીંગનું સ્વપ્ન પૂરુ કર્યું છે. વડપાસર તળાવમાં દરરોજ સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી નાગરીકો બોટીંગની મઝા માણી શકશે. હાલમાં પાંચ પેડલ બોર અને એક મશીન બોર ચાલુ કરવામાં ...અનુસંધાનપાના નં.8

આવનારછે. જેમાં મશીન બોટમાં 32 પેસેન્જરની કેપેસીટી છે. જ્યારે પેડલ બોટમાં ત્રણ સીટર અને બે ફેમિલી બોટ છે. મશીન બોટમાં એડલ્ટના રૂ. 25 અને બાળકોનો ચાર્જ રૂ. 15 રાખવામાં આવનાર છે.

વડનગરના કોન્ટ્રાક્ટરને ઠેકો અપાયો

વડનગર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી તળાવમાં બોટીંગનો વ્યવસાય કરતાં દ્વારકેશ ગ્રામ વિકાસ એજન્સીના દિપક પટેલના જણાવ્યાનુસાર મુસાફરોને બોટમાં ચડવા-ઉતરવા માટે પ્લેટફોર્મ બનાવવામાં આવશે. હાલમાં 11 મહિના માટે ટ્રાયલ ધોરણે ચલાવવામાં આવશે. સફળ થશે તો સમય વધારવામાં આવશે.

ટૂંકમાં પ્રવેશદ્વાર, ગાર્ડન અને સ્પોર્ટસ સંકુલના કામો કરાશે

નવા વરાયેલા પ્રમુખ ર્ડા. દેવજીભાઇ પટેલના જણાવ્યા મુજબ, નાગરીકોના તમામ સ્વપ્નો પૂરાં કરવા છે. આગામી સમયમાં ત્રણ પ્રવેશદ્વાર, ત્રણ સર્કલ, બગીચો, સ્પોર્ટસ સંકુલ સહિતના કામો બહુ ટુંકા સમયમાં કરવામાં આવનાર છે. દિવાળી વેકેશનમાં નાગરીકો પિકનિક માણી શકે તે માટે 11 મહિનાના પ્રાયોગિક ધોરણે બોટીંગનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાધનપુરને સાચ્ચે રોયલ્ટ રાધનપુર બનાવવું છે.

ફોટો-21/22

રાધનપુરમાં નવાબી વડપાસર તળાવમાં બોટીંગના શુભારંભ પહેલા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ તળાવનું નિરીક્ષણ કર્યું હતું. (કમલ ચક્રવર્તી)

રાધનપુરમાં બોટીંગના શુભારંભ પહેલા પ્રમુખ ર્ડા. દેવજીભાઇ પટેલ તેમજ ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ તળાવનું નિરીક્ષણ કર્યું હતું. (