તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Radhanpur
 • ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ મોહિન્દર પાલના હસ્તે લોકાર્પણ થયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ મોહિન્દર પાલના હસ્તે લોકાર્પણ થયુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધનપુરમાંમહેસાણા રોડ ઉપર નર્મદાયોજનાની કચેરી પાસે સાડા કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક સિવિલ કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ રવિવારે ગુજરાત હાઇકાર્ટના જસ્ટીસ મોહિન્દર પાલના હસ્તે રાખવામાં આવ્યુ હતું.

સમગ્ર કોર્ટ સંકુલના નિરિક્ષણ બાદ હાઇકોર્ટના જસ્ટીસ મોહન્દર પાલ ભાવવિભોર બની ગયા હતા. અને જણાવ્યુ હતુ કે પંજાબ અને ગુજરાતમાં અનેક કોર્ટ સંકુલો જોયા છે. પરંતુ રાધનપુરના કોર્ટ સંકુલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ક્યાંય જોવા મળી નથી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.કે.દવેએ પ્રસંગે જણાવ્યુ હતું કે રાધનપુર કોર્ટના નવા સંકુલનું લોકેશન તમામને અનુકુળ આવે તેવું છે. જૂના હેરીટેજ બિલ્ડીંગમાંથી નવા કાર્ટ સંકુલમાં શિફ્ટીંગ થતા કામગીરીમાં પણ અનુકુળતા રહેશે અને તમામ સગવડોથી સજજ બિલ્ડીગમાં સાચા લોકોને સાચો ન્યાય મળી રહે તેવું કરવું જોઇએ. ગુજરાતમાં અગાઉ કોર્ટ અને ન્યાય માટે રૂ.40 કરોડ ફળવાતા હતા. પરંતુ ગુજરાત સરકાર દ્વારા રૂ.1741 કરોડ ફાળવ્યા જેમાંથી રૂ.521 કોર્ટ એસ્ટાબ્લીશમેન્ટ માટે છે. જે બદલ સરકારનો અાભાર વ્યકત કરવો જોઇએ. વધુમાં ઉમેરતા જણાવ્યુ કે વાંચનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

રાધનપુર સિવિલ કોર્ટના મુખ્ય સિવિલજજ ડી.એન.ધારાણીએ હાઇકોર્ટના જસ્ટીશ મોહિન્દર પાલનો વિશેષ પરીચય આપતા જણાવ્યુ હતું. કે પંજાબના હોશિયારપુરમાં જન્મેલા મોહિન્દર પાલે 1982 માં હોશિયારપુરમાં પ્રેક્ટીશ ચાલુ કરી હતી. અને 2011 માં ગુજરાત હાઇકોર્ટમાં નિમણૂંક પામ્યા હતા. નવિન કોર્ટ સંકુલ માટે બાર એસોશિયેશનની મહેનતને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવા કાર્ટ સંકુલના લોકાર્પણ બાદ મુખ્ય સિવિલ જજ.ડી.એન.ધારાણીને નવિન કાર્ટ રૂમમાં પોતાની ખુરશીમાં બેસાડીને હાઇકોર્ટના જસ્ટીસ મોહિન્દર પાલે મોં મીઠુ કરાવ્યુ હતું. પ્રસંગ જિલ્લાની કોર્ટોના ન્યાયાધીશો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા. બાર એસોશિયેશનના પ્રમુખ બી.બી.મકવાણાએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો