તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં મેગી-ચોકલેટની દુકાનમાં 46 હજાર ચોરનાર ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાંમેગી-ચોકલેટની દુકાનમાં ડ્રોઅરમાંથી 46 હજારની રોકડ ચોરનાર શખસને પોલીસે ઝડપી લીધો છે.

શહેરમાં ઉત્તરાયણે થયેલી ચોરીની ઘટનામાં બી ડીવીઝન પોલીસ ભેદ ઉકેલવા મથામણ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળેલ કે ગુડલક સેલ્સ એજન્સીની ચોકલેટ તથા મેગીની દુકાનમાંથી ચોર કરનાર મૂળ ખેરાલુના ડભોડા અને હાલ મહેસાણા તાવડીયા પરમેશ્વર સોસાયટીના મકાન ન઼બર 12માં રહેતો દીપકકુમાર ઉર્ફે દીપાજી ડાહ્યાજી ઠાકોર રાધનપુર ચોકડી પાસે ઊંઝા પીકઅપ સ્ટેન્ડ ઉપર ઉભો છે. જે આધારે પોલીસ દોડી ગઇ હતી અને વિસ્તાર કોર્ડન કરી તેને પકડી પાડી પૂછપરછ કરતા દુકાનું તાળુ તોડી રૂ.46 હજારની ચોરી કર્યાની કબુલાત કરી હતી.શખ્સની અટકાયત કરીને તેની પાસેથી રૂા.8340ની રીકવરી કરી બાકી મુદ્દામાલ માટે વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો