તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં ભા.વિ.પ.દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરમાં શનિવારે રાત્રે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા-2018 નું આયોજન કર્યું હતું. પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાના અધ્યક્ષસ્થાને અને સમારોહના ઉદ્ઘાટક ડો.ખેતશીભાઈ પટેલ અને અતિથિ વિશેષ કલ્પેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્પર્ધામાં 11 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે શેઠ કે.બી.વકીલ હાઈસ્કૂલ, બીજા નંબરે સરસ્વતી કન્યા વિદ્યાલય અને ત્રીજા નંબરે નાલંદા કન્યા વિદ્યાલય અને પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે કે.આઈ.મોરખીયા પ્રાથમિક શાળા, બીજા નંબરે એમ.એમ.ઝોટા પ્રાથમિક શાળા અને ત્રીજા નંબરે સરસ્વતી શિશુ મંદિર વિજયી નીવડ્યા હતા. વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પાટણના જગદીશભાઈ દરજી અને વારાહીના મનીષાબેન પ્રજાપતિએ હાજરી આપી હતી.ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો.પરેશભાઈ દરજી, મંત્રી દિલીપભાઈ પુજારા, સંયોજક મિલનભાઈ ચોક્સી, સહ સંયોજક રાજેશભાઈ અખાણી તેમજ સંસ્થાના સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...