ભાભરનજીક બુધવારે બપોરે એક ટ્રક ઇંટો ભરીને ભાભર તરફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભરનજીક બુધવારે બપોરે એક ટ્રક ઇંટો ભરીને ભાભર તરફ આવી રહી હતી. ત્યારે ઓવરટેક કરવા જતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી ટ્રક પલટી જતા એક મજૂરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ભાભર-રાધનપુર હાઇવે ઉપર ભાભર નજીક ગાંગુણ પાટિયા પાસેથી બુધવારે બપોરે પસાર થઇ રહેલી ટ્રકના ચાલકે ઓવર ટેક કરવા જતાં સામે વાહન આવતું હોઇ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા મજૂર ઉત્તર પ્રદેશના પાટયાલાના રતનકુમાર શ્રીરામભાઇ રાજપૂત ટ્રક નીચે દબાઇ જવાથી ધટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. પ્રસંગે ભાભર પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...