તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજની 3 સોસાયટીઓમાં દોઢ માસથી પાણીની બૂમરાડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજનાએપ્રોચ રોડ પર આવેલ ત્રણ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે તેમ છતાં પાલિકાના સત્તાવાળાઓ સોસાયટીવાસીઓનું કશું સાંભળતા નથી. બે દિવસથી ત્રણ સોસાયટીઓમાં પાણી આવતા લોકોની હાલત કફોડી બની ગઇ છે.

એપ્રોચ રોડ પર આવેલ યોગેશ્વર, આર્શીવાદ તથા હરિઓમ પાર્કમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી. જેથી સોસાયટીવાસીઓએ નગરપાલિકામાં અનેક રજુઆતો કરી હોવા છતાં પાલિકાના સત્તાવાળાઓ મનમાની ચલાવીને ખોટી લોલીપોપ આપે છે.

રહીશોના જણાવાયા મુજબ પાણીના સંગ્રહ માટે બનાવાયેલ હોજમાં પાણી ભરાતું નથી. જેના કારણે રોજબરોજ પાણીનો કકળાટ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો